Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પરથમપુર પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચુંટણીનુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

પરથમપુર પ્રાથમિક શાળા તા. ઝાલોદ જિ. દાહોદમાં બાળસંસદ ચૂંટણી માટે તા. 28 જૂનના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અને તા. 05/07/24ના રોજ બાળસંસદ ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોની, બાળકો માટે અને બાળકો દ્વારા ચાલતી સંસદ એટલે બાળસંસદ…. બાળ સંસદ માટેના ફોર્મ ભરવા, ફોર્મ પરત ખેંચવા, ફોર્મ રદ થવા અંગે અને સમગ્ર ચુંટણી પ્રક્રિયા વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા. શાળા મહામંત્રી માટે કુલ અગિયાર ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા તેમાંથી એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું અને એક ફોર્મ રદ થયેલ હતા. છેલ્લે મહામંત્રી માટે NOTA સહિત 9 ઉમેદવાર રહ્યા હતા. મહામંત્રીના ઉમેદવારો દ્વારા પોતાને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે વિદ્યાર્થીઓમાં પ્રચાર પ્રસાર કર્યો હતો. શાળામાં બાળસંસદ ચૂંટણી વોટિંગ મશીન એપ દ્વારા બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ દ્વારા યોજવામાં આવી હતી. મતદાન અધિકારી તરીકે શાળાના વિદ્યાર્થી સિદ્ધાર્થ, પ્રિયાંક, પ્રિતેશ, રોનક અને મહિલા મતદાન અધિકારી તરીકે મહર્ષિ અને સોનલ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી. બાળસંસદ ચુંટણીમાં મતદાન સહાયતા કેન્દ્ર વડે મતદારોને મતદાર યાદીમાં તેમનો અનુક્રમ જાણવામાં મદદ કરી હતી. સુરક્ષા અધિકારી તરીકે રાજેન્દ્ર અને શિવરાજ દ્વારા કામગીરી કરવામાં આવી. ચૂંટણીની શરૂઆત તમામ ઉમેદવારોની હાજરીમાં મોકપોલ કરી પછી મતદાન કરવામાં આવ્યું. શાળાના ધોરણ ત્રણથી આઠના હાજર તમામ વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું. મતદાન ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. મત ગણતરી કરતાં નવ ઉમેદવારોમાંથી ધોરણ આઠના વિદ્યાર્થી હઠીલા યુવરાજભાઈ કલ્પેશભાઈએ કુલ 243 મતમાંથી 105 મત મેળવીને વિજેતા થયા હતા અને મહામંત્રી તરીકે પસંદગી પામ્યા. મહામંત્રી તરીકે વિજેતા થનાર યુવરાજભાઈને શાળાના તમામ બાળકો અને શિક્ષકોએ હાર પહેરાવી શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા. પરથમપુર બાળસંસદ ચૂંટણીનું સમગ્ર આયોજન શાળાના સામાજિક વિજ્ઞાન શિક્ષકશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ શાળાના તમામ શિક્ષકોએ ચુંટણી કામગીરીમાં મદદ કરી બાળસંસદ ચુંટણીને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બાળસંસદ ચુંટણીમાં ભાગ લેનાર તમામને શાળાના આચાર્યશ્રીએ અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.

Share

Related posts

મુખ્યમંત્રીના હસ્તે શ્રમ સન્માન પોર્ટલનું કરવામાં આવ્યું લોકાર્પણ, 22 ભોજન કેન્દ્રોનો સમાવેશ

gujaratjanekta

ફતેપુરા મામલતદાર નો સપાટો ફતેપુરા તાલુકાના બલૈયા ગામે થી પસાર થતી ગેરકાયદેસર સફેદ રેતી ભરી બિનઅધિકૃત ટ્રક જપ્ત કરી

gujaratjanekta

ઝાલોદ પોલિસે સિંઘમની જેમ 27,78,628 નો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો ટ્રક ચાલક દૂરથી પોલિસને જોઈ ટ્રક મુકીને નાસી છુટયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial