Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓને હિંસક કહેતા ઝાલોદ સનાતન હિન્દુ સમિતિનો આક્રોશ

રાહુલ ગાંધીના પૂતળાનુ સરદાર પટેલ ચોક પર દહન કરવામાં આવ્યુંહાલ નવી ચુંટાયેલ સરકારનું પહેલું લોકસભા સદન ચાલી રહેલ છે તેમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુ વિરોધી શાબ્દિક ટીપ્પણી કરવામાં આવી, રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ શાબ્દિક ટિપ્પણીને એન.ડી.એ દ્વારા કડક શબ્દોમાં વખોડવામા આવી હતી. રાહુલ ગાંધી દ્વારા લોકસભાને સંબોધતા એવું કહેવામાં આવ્યું કે હિન્દુઓ 24 કલાક હિંસા કરે છે તેમજ અસત્ય ફેલાવે છે. રાહુલ ગાંધીના હિન્દુ વિરોધી આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવતા ભારતમાં રહેતા તમામ હિન્દુઓની લાગણી દુભાઈ છે તેથી રાહુલ ગાંધી લોકસભામાં હિન્દુઓની માફી માંગે તેવી માંગ ઝાલોદ નગરના સનાતન હિન્દુ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે.

ઝાલોદ નગરના સનાતન હિન્દુ સમિતિ દ્વારા રાહુલ ગાંધીનુ પૂતળું બનાવવામાં આવેલ હતું અને રાહુલ ગાંધી હાય હાય, રાહુલ ગાંધી મુરદાબાદ ,કોંગ્રેસ મુરદાબાદ જેવા નારા લગાડવામાં આવેલ હતા તેમજ બસ સ્ટેશન પાસે આવેલ સરદાર પટેલ ચોકમાં રાહુલ ગાંધીના પુતળાનુ દહન કરવામાં આવ્યું હતું.રાહુલ ગાંધીએ હિન્દુઓને હિંસક કહેતા આખા ભારત દેશના હિન્દુઓમા મોટા પ્રમાણમાં રોષ જોવા મળ્યો હતો. પોતાને ગર્વ થી હિન્દુ કહેનાર હિન્દુ સમાજ પર હિંસા ફેલાવે તેવા શાબ્દિક પ્રહારો રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવતા ભારત દેશનો હિન્દુ સમાજ રોષે ભરાયેલ છે. રાહુલ ગાંધી દ્વારા હિન્દુ ધર્મને હિંસક કહેતા ઝાલોદ નગરના હિન્દુ સમિતિ દ્વારા રાહુલ ગાંધી તાત્કાલિક સાંસદ પદે થી રાજીનામું આપે તેવી મૌખિક માંગ કરવામાં આવી હતી. હિન્દુ સમાજ પોતાની ધર્મ સભામાં વિશ્વ કા કલ્યાણ હો , પ્રાણીઓ મેં સદ્ભાવના હો , અધર્મ કા નાશ હો તેવી ભાવના રાખનાર હિન્દુ સમાજ હિંસક કેવી રીતે હોઈ શકે. રાહુલ ગાંધી દ્વારા લોકસભામાં આવી ધર્મને લઈ ટિપ્પણી કરતા સમગ્ર હિન્દુ સમાજમા રોષ જોવા મળી રહેલ છે.

Share

Related posts

દેવાયત ખવડને જેલ કે જામીન, કોર્ટમાં થશે આજે આ મામલે ફેસલો

Admin

ગુજરાત આગામી 5 વર્ષમાં 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે, ભુપેન્દ્ર પટેલ સરકારનો મેગા પ્લાન

gujaratjanekta

ઝાલોદ સીમાવર્તી બ્રહ્મ સમાજ દ્વારા રક્ષા બંધનના પવિત્ર દિવસે સમૂહ જનોઈ પૂજા યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial