કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે શૈક્ષણિક કીટ આપી નાનકડાં ભુલકાંઓને શાળા પ્રવેશ કરાવાયોદાહોદ : કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૪ અંતર્ગત દાહોદ જિલ્લાના ધામપુર તાલુકામાં ભાણપુર પ્રાથમિક શાળા, કાંસેટા પ્રાથમિક શાળા તેમજ સરકારી માધ્યમિક શાળા ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેની પ્રેરક ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.શાળા પ્રવેશોત્સવ નિમિતે કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેનું પરંપરાગત ઢોલ વગાડીને તેમજ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ફૂલો વરસાવીને અને કુમકુમ – ચોખાનો ચાંદલો કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.પ્રાસંગિક પ્રવચન દરમ્યાન કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને શિક્ષણ અંગેની મહત્વતા દર્શાવી તમામ બાળકો નિયમિતપણે શાળાએ જાય એની જવાબદારી વાલીઓની એમ જણાવી શૈક્ષણિક કીટ આપી આંગણવાડી, બાળ વાટિકા તેમજ ધોરણ – ૧ના બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો.શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અંતે કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણની જાળવણીનો શુભ સંદેશો આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ નિમિતે લાયઝન અધિકારીશ્રી, શાળા સ્ટાફ, ગ્રામજનો , વાલીઓ, આંગણવાડી બહેનો, ગામના સરપંચશ્રી તેમજ શાળામાં પ્રથમ પગલી માંડનાર નાનકડાં ભૂલકાઓ સહિત શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

