Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરપાલિકા પાસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ કાદવ કીચડમા ઉતરી ગઈ

પંકજ પંડિત- ઝાલોદ.

ઝાલોદ નગરપાલિકા પાસે પ્રી.મોન્સૂન અન્વયે પાણી નિકાલ માટે મોટા નાળા નાખવામાં આવી રહેલ છે. જો વધુ વરસાદ પડે તો નગરપાલિકાની આજુબાજુ રહેતા સોસાયટી ચાલકો માટેના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાની ઘટના અગાઉ બનતી હતી તેથી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા પાલિકા તંત્ર દ્વારા મોટા નાળા નાખવામાં આવી રહેલ છે જેથી આ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા કાયમી દૂર કરી શકાય. આ પ્રી.મોન્સૂનની કામગીરી કરતા પાલિકા દ્વારા નાળા નાખી તેના પર માટી નાખી દેવામાં આવેલ છે છેલ્લા બે દિવસથી નગરમાં છૂટક છૂટક વરસાદ આવ જાવ કર્યા કરે છે. પાલિકા તંત્ર દ્વારા વરસાદ આવેલ હોઈ કામગીરી પર ધ્યાન ન આપ્યું હોય ત્યાં માટીને લઈ કાદવ કીચડ થઈ ગયેલ છે. પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ કામ કરતા પહેલા જાણવાજોગ જે તે જગ્યાએ ખુલ્લી કામગીરી થતી હોય ત્યાં બેરીકેટ મૂકવા પડે છે પણ પાલિકા તંત્રની આ અણઆવડતનો શિકાર પ્રાથમિક આરોગ્ય તંત્ર ગરાડુની એમ્બ્યુલન્સ બની ગયેલ હતી આ કાદવ કીચડમા એમ્બ્યુલન્સનુ ટાયર ઉતરી જતાં તે ખાડામાં ફસાઈ ગયેલ હતી. ફસાઈ ગયેલ એમ્બ્યુલન્સ કાદવ કીચડ માથી કાઢતા તેનુ ટાયર માટીમાં ભરાવાથી ફાટી ગયેલ હોવાનું જાણવા મળેલ છે. પાલિકા તંત્ર તાત્કાલિક જાગૃત થઈ કામગીરી ચાલતા આ રસ્તા પર સાઈન બોર્ડ કે ચેતવણી આપતા બેરીકેટ મૂકે તેવી માંગ ઉઠવા પામી છે જેથી અન્ય કોઈ વાહન અહીંયા ફસાય નહીં તેમજ અન્ય કોઈ પણ જાતની દુર્ઘટના સર્જાય નહીં.
પાલિકા દ્વારા પ્રી.મોન્સૂન અંતરગત ચાલતી કામગીરીને લઈ આ વિસ્તારમાં આવેલ ગટર લાઈનની સાફ સફાઈ પણ થાય તેમજ ગટર ઉપર આજુબાજુ ઉગી નીકળેલ ઝાડી ઝાંખરાની પણ સફાઈ સાથે થઈ જાય તેવી માંગ અહીં રહેતા સ્થાનિકો કરી રહેલ છે. સાથે સાથે જે ખુલ્લી ગટર જઈ રહેલ છે ત્યાં ખુલ્લી ગટર ઉપર પથ્થરો મૂકી દે જેથી વધુ વરસાદ પડે તો કોઈ વ્યક્તિ આ ખુલ્લી જણાતી ગટરમા પડી ન જાય હવે જોઈએ પાલિકા તંત્ર ક્યારે આ દરેક કામગીરી પૂરી કરે છે.

Share

Related posts

ઝાલોદ તાલુકાના કંબોઇ ઘામ ખાતે ઈન્ટરનેશનલ યરઓફ ઓફ ઓફ મિલેટ કીટ વિતરણ કાર્યક્રમ ધારાસભ્ય મહેશ ભુરીયાની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યો

gujaratjanekta

પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ : શૂટર મનુ ભાકરે બ્રોન્ઝ જીતી રચ્યો ઈતિહાસ – જાણો વધુ

gujaratjanekta

ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial