Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

રાજકોટ થી ઝાલોદ આવતી એસ.ટી બસમા યુવકનો મૃતદેહ મળી આવ્યો

પંકજ પંડિત- ઝાલોદ.

આજરોજ 21-06-2024 શુક્રવારના રોજ સવારે આસરે 6:30 વાગે રાજકોટ-દાહોદ થી ઝાલોદ આવતી એસ.ટી બસમાં આસરે 30 વર્ષની ઉમર ધરાવતા યુવકનો મૃતદેહ બસમાં જોવા મળેલ હતો.
બનાવની વિગત મુજબ રાજકોટ થી રાત્રે 8:30 વાગે ઉપડનાર રાજકોટ-દાહોદ થઈ ઝાલોદ આવતી GJ-18-Z-8670 નંબરની એસ.ટી બસ આસરે સવારે 6:30 વાગે ઝાલોદ આવી ગયેલ હતી. બસની અંદરના બધા પેસેન્જર ઉતરી જતાં એક યુવક બસના કંડક્ટરને સૂઈ ગયેલ જોવા મળેલ હતો તેની પાસે જઈ તપાસ કરતા આ યુવક મૃત થયેલ જોવા મળેલ હતો. એસ.ટી બસના કંડક્ટર દ્વારા તાત્કાલિક ઝાલોદ એસ.ટી ડેપોની ઓફિસ જઈ વિગતવાર માહિતી આપી હતી.
મૃત થયેલ યુવકના પાસે મોબાઈલ હોવાથી તેના મોબાઈલ થી મૃત થયેલ યુવકના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનોને માહીતી મળતા તાત્કાલિક ઝાલોદ ખાતે પાસે આવી ગયેલ હતા તેમજ મૃતકના પરિવારજનો પાસે માહિતી લેતા મૃતક વ્યક્તિનુ નામ રાકેશ સબુડા ગરાસીયા જણાવેલ હતુ તેમજ તે રાજસ્થાનના ગાંગડતલાઈના સાગનબંગલા પાસેનો હોવાનુ માલુમ પડેલ હતું. ઝાલોદ એસ.ટી ડેપો દ્વારા તાત્કાલિક પોલીસને બોલાવતા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવા માટેની તજવીજ હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

Share

Related posts

ગ્રામપંચાયતના વહીવટદારનો ACB એ વહીવટ પકડ્યો : ૪૭,૫૦૦ ની લાંચ ભારે પડી

gujaratjanekta

દાહોદ કલેકટર કચેરી, ખાતે નીતિ આયોગની બેઠક યોજાઈનીતિ આયોગની ટીમ દ્વારા વિવિધ જિલ્લા અધિકારીશ્રીઓ પાસેથી વિભાગીય કામગીરી વિગત અંગે ચર્ચા કરાઈ

gujaratjanekta

દાહોદના ધારાસભ્ય પદના શપથ કનૈયાલાલ કિશોરીએ સંસ્કૃત ભાષામાં લીધા.પ્રથમ સંકલનની બેઠકમાં જ 15 પ્રશ્નોનો મારો ચલાવ્યો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial