Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે તળાવમા ન્હાવા ગયેલ બે બાળકો ડૂબી જતાં મોત

પંકજ પંડિત ઝાલોદ.

ઝાલોદ તાલુકાના સરસવાણી ગામે તારીખ 13-06-2024 ના ગુરુવારના રોજ આસરે સવારે 11 વાગે બસ સ્ટેશન પાછળ આવેલ તળાવમાં ન્હાવા ગયેલ હતા. આ બંને બાળકો કલજી સરસવાણી ગામના મહુડી ફળીયામા રહેતા હતા. આ બંને બાળકો (1) ભવ્ય સુરેશ વસૈયા ઉ.વ 7 વર્ષ અને (2) શ્રુતિ હિંમત વસૈયા ઉ.વ 12 વર્ષ તળાવમાં ન્હાવા ગયેલ હતા આ બંને બાળકોનુ અચાનક તળાવમાં ડૂબી જતાં મોત થયેલ હતું. બાળકોના મોત થયાના સમાચાર સાંભળી આજુબાજુ રહેતા ગ્રામજનો ત્યાં ઉમટી પડેલ હતો. બંને બાળકોના મોત થતા તેના પરીજનોના આક્રંદ થી આખું વાતાવરણ ગમગીન બની ગયેલ હતું. આ ઘટનાની જાણ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં પડતાં પોલીસ દ્વારા જાણવાજોગ નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Share

Related posts

ઝાલોદની નિસરતા ગામડી પ્રાથમિક શાળાના શિક્ષક ગોવિંદકુમાર એમ.પ્રજાપતિ ને *રાજ્ય કક્ષાનો* ” ગુરુજી- શિક્ષક શ્રેષ્ઠતા પારિતોષિક એનાયત કરાયો.

gujaratjanekta

મોડાસામાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા, મધુસૂદન મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત, ભાજપ પર પ્રહારો

gujaratjanekta

હવે ઘરે બેઠા નોધાવી શકાશે FIR : પોલીસ સ્ટેશનના ધક્કા માંથી મુક્તિ !

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial