Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના ચણાસર મુકામે અચાનક એક મકાનને આગ લાગતા 279000 નુકશાન

પંકજ પંડિત- ઝાલોદ.

ઝાલોદ તાલુકાના રણીયાર સરકારી ગ્રામ પંચાયત હેઠળ ડુંગર ફળિયામાં ચણાસરના રહીશ ભાભોર કસુભાઇ મલાભાઇના મકાનમા બુધવારના રોજ સાંજના સમય દરમ્યાન અચાનક આગ લાગવાથી ઘર બળી ગયેલ હતું. અચાનક આગ લાગતા આગ ઓલવવા માટે ઝાલોદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, તાત્કાલિક ફાયર બ્રિગેડ આવતા આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ આગની ચપેટમા આખું ઘર તેમજ ઘર તેમજ ઘરની સરસામાન ભસ્મીભૂત થઈ ગયેલ હતું. સદનસીબે આ આગની હોનારત કોઈ પશુધન કે વ્યક્તિને કોઈ જાનહાનિ થયેલ નથી
આ આગ લાગતા મકાનની અંદર થયેલ નુકશાનનો અંદાજો તલાટી દ્વારા કાઢવામાં આવેલ હતો આ મકાનમાં લાકડાના પાટ આઠ નંગ જેની અંદાજિત કિંમત 64000 , લાકડાની વળી 300 નંગ 45000 , વીલાયતી નળીયા 4000 નંગ 60000 , ધરની અંદર અનાજ તેમજ અન્ય ઘર વખરી 90000 , રોકડ રકમ 20000 થઈ કુલ 279000 રૂપિયાનું અંદાજીત નુકશાન થયેલ છે. આ મકાનને અચાનક આગ લાગતા આ અકસ્માતમાં થયેલ નુકશાન માટે તાલુકા વિકાસ અધિકારી તાલુકા ખાતે અરજી કરી મકાન માલિક દ્વારા વળતર માટે માંગણી કરવામાં આવેલ છે જેથી બે ઘર થયેલ વ્યક્તિને પોતાનું મકાન આવનાર સમયમાં જલ્દી મળી જાય તે માટે અરજી કરી માંગ કરવામાં આવેલ છે.

Share

Related posts

શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદની વિદ્યાર્થિનીને શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીમાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો

gujaratjanekta

ઝાલોદ નગર કેળવણી મંડળ સંચાલિત બી.એમ સ્કૂલનું પરિણામ 89.37% અને પી.વી પટેલ. ગર્લ્સ હાઇસ્કુલનું પરિણામ 98.98% વિક્રમ જનક પરિણામ

gujaratjanekta

યજ્ઞ : પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આરોગ્ય સહાય કેન્દ્ર અને રક્તદાન યજ્ઞ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial