Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરના કુરાન શરીફ તેમજ ઈસ્લામના અપમાન બદલ ઝાલોદ મુસ્લિમ બિરાદરોએ આવેદનપત્ર પાઠવી વિરોધ દર્શાવ્યો

પંકજ પંડિત- ઝાલોદ.

કુરાન ઈસ્લામ ધર્મનો અત્યંત પવિત્ર ગ્રંથ છે જે માનવતા ,સમાનતા ,પ્રેમ , સત્ય , શાંતિ ,ન્યાય માટે સમગ્ર વિશ્વ જગત માટે સંદેશો પાઠવતો પવિત્ર ગ્રંથ છે. ઈસ્લામ ધર્મ અન્ય ધર્મ ગ્રંથ તેમજ ધર્મને સમ્માન આપવા સૌથી પેહલા પોતાની નૈતિક ફરજ સમજે છે.
ત્યારે અમુક અસામાજીક તત્વો દ્વારા પોતાના સ્વાર્થ ખાતર તેમજ સસ્તી પ્રસિદ્ધ મેળવવા અન્ય ધર્મ વિશે બેફામ વાણીવિલાસ અપમાનિત કરાતા કિસ્સાઓ જણાય આવે છે તે અનુસંધાને ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે રેહતો એક યુ -ટયુબર સિધ્ધાર્થ ચતુર્વેદી ઉર્ફે (સમીર) નામનો ઈસમ સોશિયલ મિડીયામા લાઇવ આવીને પવિત્ર કુરાન વિશે તેમજ ઈસ્લામના વિરુદ્ધ અપમાનજનક કરતુત કરતો જણાય આવે છે સાથે જ તે ઈસમ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ઈસ્લામના વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરતો જણાય આવે છે ત્યારે આવા કટ્ટરપંથીઓ જે અન્ય ધર્મને વિશે સસ્તી પ્રસિદ્ધ માટે પોતાનુ ઝેર ઓકતા હોય ત્યારે સમગ્ર વિશ્વના મુસ્લિમોને આસ્થાને ઠેસ પહોચે છે તેવી સોશિયલ મિડીયામા કરતુતો કરાઇ હોય તે અનુસંધાને ઝાલોદ મુસ્લિમો બિરાદરોએ આવા ઈસમ વિરુદ્ધ સખ્તમા સખ્ત કાર્યવાહી સાથે ઝડપી ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેશમાં શાંતી અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી દેશના મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને સંબોધિત કરતુ આવેદનપત્ર મુસ્લિમ બિરાદરોએ ઝાલોદ મામલતદારને પાઠવી વિરોધ દર્શાવ્યો છે.

Share

Related posts

ફતેપુરા ના ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો કાર્યક્રમ

gujaratjanekta

ફતેપુરા તાલુકાના સુખસર થી ઝાલોદ જતા હાઇવે માર્ગ ઉપર બનાવવામાં આવેલ ખારી નદીના નવીન પુલ ઉપર ભ્રષ્ટાચારના પોપડા ઉખડતા જાનહાનીનો ભય

gujaratjanekta

ઝાલોદ તાલુકાના આંબા મુકામે ટીબી દર્દીઓને પોષણ કીટનુ વિતરણ કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial