કિશોર સિંહ સોલંકી
કતવારા પો.સ્ટે.વિસ્તારમા નવાગામ ચાર રસ્તા ઉપર સાલાપાડા ગામેથી પરત ફરતી જાનૈયાઓની ગાડી રોકી ગાડીમાં બેસેલ દુલ્હનના અપનયનના ગંભીર પ્રકારના ચર્ચાસ્પદ ગુન્હાને અંજામ આપનાર આરોપીઓને ઝડપી પાડી ભોગ બનનાર દુલ્હનને આરોપીઓના ચુંગલમાંથી છોડાવી તેના વાલીવારસોને સોંપતી દાહોદ જિલ્લા પોલીસ
ગઇ તા.19/05/2025ના રોજ રાત્રીના સમયે કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારના મોજે. નવાગામ ચાર રસ્તા ઉપર જાનૈયાઓ લગ્ન વિધી પુર્ણ કરી પરણેતર વર-વધુને બોલેરો ગાડીમા બેસાડી પોતાના ઘરે જતા હતા તે વખતે મોટર સાયકલ ઉપર આવેલ ઇસમોએ અગાઉથી કાવતરૂ રચી ગેરકાયદસર મંડળી બનાવી મો.સા. નો ઉપયોગ કરી નવાગામ ચોકડીથી નવાગામ ગામતળ તરફ જવાના રોડ ઉપર બોલેરો ગાડીની ઓવરટેક કરતા બોલેરો ગાડીના ડ્રાઈવરે બોલેરો ગાડી ઉભી રાખતા મુખ્ય આરોપી મહેશભાઇ તોફાનભાઇ ભુરીયા રહે.પતરા તા.મેઘનગર જી.ઝાબુઆ (મધ્યપ્રદેશ) નાએ બોલેરો ગાડીના ડ્રાઇવરને ધમકાવી બોલેરો ગાડીમાં બેસેલ ફરીયાદીની પરણેતર પત્નીને સાથેના માણસોની મદદગારી વડે બોલેરો ગાડીમાંથી ખેંચતાણ કરી મોટર સાયકલ ઉપર બેસાડી અપહરણ કરી ગુન્હો કરેલ.જે બાબતે કતવારા પો.સ્ટે.પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૮૨૧૦૨૫૨૪૦૬૪૧/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૬૫,૧૨૦બી,૧૪૩ મુજબનો ગુનો રજીસ્ટર થતા આગળની તપાસ તજવીજ કરેલ.જે બનાવની ગંભીરતા સમજી મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી આર.વી.અસારી સાહેબ, પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા નાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી ડૉ.રાજદીપસિંહ ઝાલા સાહેબ નાઓએ તાત્કાલીક ગુન્હાવાળી જગ્યાની સ્થળ વિઝીટ કરી દુલ્હનને તેમજ અપહરણ કરનાર ઇસમોને ઝડપી પાડવા માટે મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.પી.ભંડારી, દાહોદ વિભાગ દાહોદનાઓની અધ્યક્ષતામા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.ગામેતી તથા પો.સ.ઇ.શ્રી એમ.એલ.ડામોર તથા પો.સ.ઇ.શ્રી ડી.આર.બારૈયા તથા કતવારા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.શ્રી એ.પી.પરમાર તથા એલ.સી.બી./એસ.ઓ.જી. તેમજ કતવારા પો.સ્ટે.ના કર્મચારીઓ ની જુદી-જુદી ૦૪ (ચાર) ટીમો બનાવી ગુન્હાના મુળ સુધી પહોંચી ગુન્હામાં અપહરણ થયેલ દુલ્હન તથા આરોપીઓ ને શોધી કાઢવા સારૂ જરૂરી માર્ગદર્શન કરી અલગ-અલગ દિશામા આરોપીઓ પકડવા ચક્રો ગતિમાન કરેલ.
આ કામે ફરીયાદીશ્રીએ આરોપીઓ વિરૂદ્ધ નામજોગ આપેલ ફરીયાદ મુજબ તપાસ શરૂ કરી ઝીણવટ ભરી રીતે ટેકનીકલ એનાલિસીસ તથા હ્યુમન સોર્ષના માધ્યમથી ચર્ચાસ્પદ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ તપાસના ત્વરીત ચક્રો ગતિમાન કરેલ અને વરરાજાએ પોતાની ફરીયાદમાં અપહરણ થયેલ પોતાની દુલ્હનને મહેશભાઇ તોફાનભાઇ ભુરીયા રહે.પતરા (એમ.પી.)નો અપહરણ કરી લઇ ગયેલાનું જણાવેલ જેથી મહેશ ભુરીયા તેમજ તેના મિત્રોની તપાસ કરવા સારૂ જુદી-જુદી ટીમો બનાવી અલગ-અલગ જગ્યાએ તપાસ શરૂ કરેલ અને આ કામના મુખ્ય આરોપી તેમજ તેના મિત્રોના રહેણાંક સરનામે તેમજ મળી આવવાના સંભવિત સ્થળો તપાસ કરતા મળી આવેલ નહી જેથી ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ ઉંડાણપૂર્વક તપાસ કરતા ટેકનિકલ સોર્ષ તેમજ હ્યુમન સોર્ષના આધારે માહિતી મળેલ કે, આ કામનો મુખ્ય આરોપી અન્ય સહ આરોપીઓ સાથે મળી ભોગ બનનારને મધ્યપ્રદેશના ભોપાલ બાજુ લઈ ગયેલ છે જે આધારે પોલીસ અધિકારી/કર્મચારીઓની જુદી-જુદી ટીમો બનાવી મધ્યપ્રદેશના ભોપાલ ખાતે મોકલી આપવામા આવેલ જેઓએ ભોપાલ ખાતે તપાસ કરતા મુખ્ય આરોપી તથા અન્ય સહ આરોપી ઓ તેમજ ભોગ બનનાર દુલ્હનને મધ્યપ્રદેશના ભોપાલ ખાતેથી શોધી કાઢી અપહરણ કરનાર મુખ્ય આરોપી તથા મદદ કરનાર સહ આરોપીઓ સહીત કુલ:-૦૪ (ચાર) આરોપીઓને ઝડપી પાડી ભોગ બનનાર દુલ્હનને અપહરણ કરનાર આરોપીઓના ચુંગલમાંથી છોડાવેલ.ત્યારબાદ ભોગ બનનાર દુલ્હન તેમજ ફરીયાદી તેમજ આરોપીઓને વિશ્વાસમા લઇ યુકિત પ્રયુક્તિથી પૂછતા જણાવેલ કે, અપહરણ થનાર દુલ્હનને મુખ્ય આરોપી મહેશભાઇ તોફાનભાઇ ભુરીયા રહે.પતરા (એમ.પી.) સાથે અગાઉ પ્રેમ સંબંધમાં હોય પરંતુ મહેશભાઇ તોફાનભાઇ ભુરીયાના લગ્ન થયેલ હોવાના કારણે તેની સાથે લગ્ન થઇ શકે તેમ ન હોય જેથી આ કામના ફરીયાદી સાથે સંપર્કમાં આવતા એકબીજા સાથે પ્રેમ સંબંધ થતા ફરીયાદી સાથે લગ્ન ગ્રંથિથી જોડાયેલ અને લગ્ન વિધી પૂર્ણ કરી જાનૈયાઓ સાથે ફરીયાદીના ઘરે જઇ રહેલ હતા તે દરમ્યાન પૂર્વ પ્રેમી મહેશભાઇ તોફાનભાઇ ભુરીયા નાએ પોતાની પ્રેમીકાએ બીજે લગ્ન કરતા તેના આવેશમાં આવી પોતાના મિત્રો સાથે મળી પોતાની પ્રેમિકાનું અપહરણ કરી લઇ જવાનું કાવતરૂ રચી નક્કી કર્યા મુજબ દુલ્હન બેસેલ તે બોલેરો ગાડીની મો.સા.ઓ દ્વારા ઓવર ટેક કરી બોલેરો ગાડી ઉભી રખાવી દુલ્હનનુ અપહરણ કરી મો.સા.ઉપર બેસાડી લઇ ગયેલ હોવાની હકિકત જણાઇ આવેલ.
આ કામના આરોપીઓ વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરી ભોગ બનનાર દુલ્હનને તેના
માતા પિતાને સોંપવા તજવીજ કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામાઃ-
(૧) મહેશભાઇ તોફાનભાઇ ભુરીયા રહે.પતરા તા.મેઘનગર જી.ઝાબુઆ (એમ.પી.)
(૨) જીતેન્દ્રભાઇ નરવરસીંહ ભાભોર રહે.પીટોલ જી.જાબુઆ(એમ.પી.)
(૩) અંકિત માઇ ઉર્ફે રોહિત ઉર્ફે કોહલી તોલસીંગભાઇ ભાભોર રહે.નાની વાવડી તા.મેઘનગર જી.ઝાબુઆ (એમ.પી.) (૪) નવલસીંહ મુનાભાઇ ભુરીયા રહે.ઉચવાણીયા કસના ફળીયુ તા.જી.દાહોદ
કબજે કરેલ મુદ્દામાલઃ-
બનાવ દરમ્યાન ઉપયોગમા લીધેલ દેશી હાથ બનાવટનો તમંચો
આમ, કતવારા પો.સ્ટે.વિસ્તારમા નવાગામ ચાર રસ્તા ઉપર સાલાપાડા ગામેથી પરત ફરતી જાનૈયાઓની ગાડી રોકી ગાડીમાં બેસેલ દુલ્હનના અપનયનના ગંભીર પ્રકારના ચર્ચાસ્પદ ગુન્હાને અંજામ આપનાર આરોપીઓને ઝડપી પાડી ભોગબનનાર દુલ્હનને આરોપીઓના ચુંગલમાંથી છોડાવી તેના વાલીવારસોને સોંપવાની કામગીરી કરતી દાહોદ જિલ્લા પોલીસ.

