Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના પ્રાથમિક શિક્ષક સહાયક મંડળ દ્વારા આકસ્મીત મૃત્યુ નિમિતે સહાય માટે ચેક આપવામાં આવ્યો

પંકજ પંડિત- ઝાલોદ.

ઝાલોદ સંજેલી તાલુકામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા અને પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા પ્રાથમિક શિક્ષકોના આકસ્મિક મૃત્યુ પ્રસંગે ઝાલોદ સંજેલી તાલુકાના પ્રાથમિક શિક્ષક દ્વારા પ્રાથમિક શિક્ષકોના ફાળા દ્વારા મૃત્યુ પામનાર શિક્ષક પરીવારને મદદરૂપ થવાના ભાગરૂપે શિક્ષક સહાયક મંડળ ઝાલોદ દ્વારા આજરોજ તારીખ તારીખ 18/4/2024 ના રોજ સંજેલી તાલુકાના જીતપુરા નિવાસી નિવૃત્ત પ્રાથમિક શિક્ષક પલાશ દીપસિંગભાઈના આકસ્મિક મૃત્યુ પ્રસંગે ઝાલોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સહાયક મંડળ દ્વારા 20 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો .આ દુઃખદ પ્રસંગે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ અને ઝાલોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સોસાયટીના ચેરમેન સુરતાન કટારા , ઝાલોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ , સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રમેશભાઈ સેલોત ,સંજેલી તાલુકા ચેરમેન રામુભાઈ ચારેલ , રમેશભાઈ ચારેલ, મનસુખભાઈ ,મોહનભાઈ સંગાડા ,સુરેશભાઈ ભેદી , સુભાષભાઈ રાવત,તેરસિંગભાઈ રાઠોડ , મહેન્દ્રભાઈ ગણાસવા , નરેન્દ્રભાઈ બામણીયા , કલ્પેશ રાઠોડ, શાંતિલાલ ગરાસિયા કનુભાઈ સંગાડા , તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો ટીચર સોસાયટીના કારોબારી સભ્યો ભાઈઓની ઉપસ્થિતિમાં આજરોજ ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

Share

Related posts

દાહોદ જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિર્ગુડે ફતેપુરા મામલતદાર કચેરી ની લીધેલ મુલાકાત

gujaratjanekta

દશેરા અને દિવાળીના તહેવારોને ધ્યાને રાખી પંચમહાલ જિલ્લામાં ફુડ સેફ્ટી વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયું

gujaratjanekta

હોળી-ધુળેટીના પગલે કામદારોની ઘટ: અંકલેશ્વર-પાનોલી ઔદ્યોગિક એકમોના ઉત્તર ભારતીય કામદારોએ વતનની વાટ પકડી, ઉત્પાદન પર અસર થવાની શક્યતા

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial