Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝઘડામાં પતિએ પત્નીને ગળે દોરડા વડે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી

પંકજ પંડિત- ઝાલોદ.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે ચાંદલા વિધિના રૂપિયા બાબતે દંપત્તિ વચ્ચે થયેલ ઉગ્ર બોલાચાલી દરમિયાન ઉસ્કેરાયેલા પતિએ ૨૫ વર્ષીય પત્નીને ગળામાં દોરડું વિટાળી ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતાર્યાના મતલબની પોલીસમાં ફરિયાદ નોંધાતા લીમડી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.ઝાલોદ તાલુકાના કચુંબર ગામના આમલા ફળિયાની ૨૫ વર્ષીય નીતાબેન કલાસવાના લગ્ન ઝાલોદ તાલુકાના ડુંગરી ગામના ઘાટી ફળિયામાં રહેતા સંજયભાઈ નુરજીભાઈ વગીલા સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. પરમદિવસ તારીખ ૩૦ -૩ – ૨૦૨૪ ને શનિવારના રોજ નીતાબેન સાથે તેના પતિ સંજયભાઈને ચાંદલા વિધિના રૂપિયા ૫૦૦૦ બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયા હતા. તે દરમિયાન સંજયભાઈએ એકદમ ગુસ્સામાં આવી નજીકમાં પડેલ દોરડું ઉઠાવી પત્ની નીતાબેનના ગળામાં તે દોરડું વીંટાળી ગળે ટૂંપો દઈ પત્ની નીતાબેનને મોતને ઘાટ ઉતારી દીધી હતી.આ સંબંધે મરણ જનાર નીતાબેનના કચુંબર ગામે રહેતા મોટાભાઈ વિરેશભાઈ જાેખનાભાઈ કલાસવાએ નોંધાવેલ ફરિયાદને આધારે લીમડી પોલીસે ડુંગરી ગામના સંજયભાઈ નૂરજીભાઈ વગીલા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

Share

Related posts

ઝાલોદ તાલુકાના લીમડી ગામમાં બી.પી અગ્રવાલ હાઈસ્કૂલ લીમડી ખાતે આજરોજ પ્રકૃતિ મિત્ર ટ્રસ્ટ દ્વારા રક્તદાન તથા ફ્રી બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

ગોધરાના પિતા પુત્રની જોડી કિહાનખાન અને ફિરોઝખાન રાજયકક્ષાના સિપાહી ગૌરવ એવોર્ડથી અમદાવાદ ખાતે સન્માનિત કરાયા

gujaratjanekta

ગુજરાત ઈલેક્શન : વિધાનસભાની ચૂંટણી પૂર્વે કડવા પાટીદાર સમાજનું સંમેલન યોજાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial