સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ચૂંટણી પ્રવાસ અર્થે લુણાવાડા પધારી રહ્યા છે ત્યારે દર વખતની જેમ માત્રને માત્ર મતો જ અંકે કરવાનો આ શિરસ્તો ન બની રહે તેવી મહિસાગર જિલ્લાની પ્રજાની લાગણી છે. કારણકે ભૂતકાળમાં પદાધિકારીઓ હોય અધિકારી હોય કે નેતાઓ-મંત્રીઓ હોય તેઓએ માત્ર મસમોટા વચનોની લ્હાણી કરીને વિકાસના કામોની ખાતરી આપીને હથેળીમાં ચાંદ દર્શાવ્યા હોવાની ભારોભાર નારાજગી જોવા મળે છે.તેનું પુનરાવર્તન થશે કે પરિપૂર્ણ થશે તે બાબત પ્રજા શંકા સેવી રહી છે.આજે મુખ્યમંત્રી મહિસાગર જિલ્લામાં નવી વિકાસની ભેટ સોગાદોની જાહેરાત કરે અને વર્ષો જૂના પ્રશ્નોના નિરાકરણ થાય .વિશેષ આર્થિક પેકેજ અપાય તેવી મહિસાગર જિલ્લાવાસીઓ આશા માંડી રહ્યા છે.ગત તા.૨૬ જાન્યુઆરી ૨૦૧૩ ના રોજથી અસ્તિત્વમાં આવેલા મહિસાગર જિલ્લામાં ૧૧ વર્ષ વિત્યા બાદ પણ અન્ય નવા જિલ્લાની તુલનામાં કોઈ મહત્વપૂર્ણ વિકાસ કે સુવિધા સાંપડી ન હોવાથી હજુય પછાત જ છે.
મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં કરોડોનુ કૌભાંડ
જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે નલ સે જલ યોજના એટલે કે વાસ્મો દ્વારા ટેન્ડર પધ્ધતિથી યોજના બહાર પાડવામાં આવી હતી.પરંતુ કોન્ટ્રાક્ટરોએ વાસ્મો યોજનામાં માત્ર કાગ પરનો વાગ બતાવી રૂપિયા ઘર ભેગા કરી લીધા છે. જેમાં કેટલાક કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે પરંતુ તેમની સામે કોઈ જ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.તેમજ જ્યાં પાણી નથી પહોંચતું ત્યાં આજદિન સુધી પાણીનું ટીપું પડ્યું નથી.

તપાસ દરમિયાન કોન્ટ્રાક્ટરોની પોલ ખુલી જવા પામી છે.ત્યારે આવા કૌભાંડી કોન્ટ્રાક્ટરો સામે એફઆઇઆર કેમ કરવામાં આવતી નથી જે એક સવાલ છે. મુખ્યમંત્રી આજે લુણાવાડામાં આવે છે ત્યારે નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ કરવા માટે તંત્રને ટકોર કરશે કે કેમ?
દર વખતની જેમ ઠાલા વચનો ન અપાય પણ વિકાસની નક્કર ખાતરી આપીને તેને સમય મર્યાદામાં પરિપૂર્ણ કરે તેમ જીલ્લાવાસીઓ ઈચ્છી રહ્યાં છે.જેમકે જીઆઇડીસીના અભાવે બેરોજગારીની સ્થિતિ ગંભીર બનતી જાય છે યુવાનો અન્ય જિલ્લામાં સ્થળાંતર કરી રહ્યા છે સાથે સાથે આનુસંગિક વેપાર ધંધાની પણ નવી તકો સર્જાઇ નથી માટે સ્થાપવાની જરૂર જણાય છે.મુખ્ય મથક લુણાવાડામાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા ખૂબ જ ઘેરી બનતી જાય છે કલાકો સુધી નાના મોટા વાહનો ખાસ કરીને પરપ્રાંતિય મોટા વાહનોની કતાર જામ્યા કરે છે જેમાં અકસ્માતો સર્જાયા કરે છે ને નિર્દોષ મોતના મુખમાં ધકેલાય છે ત્યારે ગોધરાની જેમ નગરથી દૂર અલાયદો બાયપાસ રોડ નિર્માણ કરવાની તાતી જરૂરિયાત છે

લુણાવાડામાં જમીન પરનો ગ્રીન બેલ્ટ હટાવવામાં પાલિકાની ઉદાસીનતા
મહીસાગર જીલ્લાનું વડુમથક લુણાવાડા છે. લુણાવાડામાં કેટલીક મોકાની જમીનો પર ગ્રીનબેલ્ટ લાગેલો છે જો ગ્રીનબેલ્ટ હટાવવામાં આવે તો ત્યાં બાંધકામ થાય અને વિકાસની સાથે ધંધા રોજગારની તકો મળે. કેટલાક જમીન માલિકોએ ગ્રીન બેલ્ટ હટાવવા ખૂબ જ પ્રયત્ન કર્યા છતાં પણ તેઓની કામગીરી પર નગરપાલિકાએ નજર શુદ્ધા કરી નથી તેવું ચર્ચાઇ રહ્યું છે.
લુણાવાડામાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ ગંભીર
હાલની પરિસ્થિતિ જોતા લુણાવાડા મધ્યે ધોરીમાર્ગ હોવાથી ટ્રાફિક સમસ્યાથી ઘેરાયેલું રહે છે.મુખ્ય રોડ ઉપર હોસ્પિટલો, શાળા – કોલેજો, ખાણીપીણીની લારીઓ,હોટેલો ઉપરાંત બસ સ્ટેશન અને ધંધા રોજગાર વાળા એક જ રોડ પર હોવાથી પાર્કિંગની સમસ્યા ખૂબ જ સર્જાય છે. મસ મોટી બિલ્ડીંગો બનાવી છે પરંતુ પાર્કિંગની જગ્યા ક્યાંય નથી.જેને લીધે ટ્રાફિકની સમસ્યા ગંભીર બની ગઈ છે.આ માટે બાયપાસ રોડ કે ઓવરહેડ બ્રિજની માંગ આજ સુધી નેતાઓ દ્વારા કરાઇ નથી અને ટ્રાફિક સમસ્યા ઉકેલવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે.
મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં કરોડોનુ કૌભાંડ
જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે નલ સે જલ યોજના એટલે કે વાસ્મો દ્વારા ટેન્ડર પધ્ધતિથી યોજના બહાર પાડવામાં આવી હતી.પરંતુ કોન્ટ્રાક્ટરોએ વાસ્મો યોજનામાં માત્ર કાગ પરનો વાગ બતાવી રૂપિયા ઘર ભેગા કરી લીધા છે. જેમાં કેટલાક કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે પરંતુ તેમની સામે કોઈ જ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.તેમજ જ્યાં પાણી નથી પહોંચતું ત્યાં આજદિન સુધી પાણીનું ટીપું પડ્યું નથી. તપાસ દરમિયાન કોન્ટ્રાક્ટરોની પોલ ખુલી જવા પામી છે.ત્યારે આવા કૌભાંડી કોન્ટ્રાક્ટરો સામે એફઆઇઆર કેમ કરવામાં આવતી નથી જે એક સવાલ છે. મુખ્યમંત્રી આજે લુણાવાડામાં આવે છે ત્યારે નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ કરવા માટે તંત્રને ટકોર કરશે કે કેમ?
બોક્સ :5:
લુણાવાડામાં ચાલતી રેલવે બંધ સાંસદોએએ માત્ર ઠાલા વચનો જ આપ્યા
અંગ્રેજોના જમાનાની વર્ષોથી ચાલતી છુકછુક રેલવે ગાડી લુણાવાડા સુધી આવતી હતી પરંતુ જિલ્લાના નેતાઓની અને જાગૃત અધિકારીઓને નિષ્કાળજીને લઈ રેલવે બંધ કરી પાટા પણ ઉખાડી લેવામાં આવેલ છે. ત્યારબાદ લોકસભાના ચૂંટાતા નેતાઓએ મહીસાગર જિલ્લામાં લુણાવાડા સુધી રેલવે લાવવા માટે ઠાલા વચનો જ આપ્યા છે.તો શું ભવિષ્યમાં લુણાવાડા ને રેલવે મળશે કે પછી માત્ર વચનો આપીને જ નેતાઓ ચૂંટાઈ પોતાની મસ્તીમાં રહેશે.

