Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ લધુતમ સુવિધાઓ અંતર્ગત ધાનપુર મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રી રાકેશ મોદીનાઅધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

બ્યુરો ચીફ કેતન ભટ્ટ.

દાહોદ:- જિલ્લા ચુંટણી અધિકારી વ કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે એ સ્વીપના નોડલ ઓફિસરશ્રીને સૂચના આપી હતી. વધુમાં એ.આર.ઓશ્રી તેમજ મામલતદારશ્રીને મતદાન મથકોની મુલાકાત લઈ મતદાતા માટેની સુવિધાઓનું જાતે નિરીક્ષણ કરવા જણાવ્યું હતું. ધાનપુર મામલતદાર શ્રી રાકેશ મોદીનાઅધ્યક્ષ સ્થાને ધાનપુર તાલુકામાં આવેલ તમામ શાળા અને કોલેજના આચાર્યશ્રીઓ જોડે બેઠક યોજાઈ હતી મામલતદાર શ્રી રાકેશ મોદી એ તમામ આચાર્ય શ્રીઓ ને લધુતમ સુવિધાઓ માટે તમામ આચાર્ય શ્રીઓ ને સૂચન કર્યા હતા લોકસભા સામન્ય ચુંટણી અન્વયે સુચારુ આયોજન વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
આ બેઠક દરમિયાન મામલતદાર શ્રી રાકેશ મોદી એ “SVEEP” એટલે કે Systematic Voter’s Education and Electoral Participation એ ભારતના ચૂંટણી પંચનો દેશમાં મતદાર શિક્ષણ, મતદાર જાગૃતિ ફેલાવવા અને મતદાર સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટેનો મુખ્ય કાર્યક્રમ છે. લોકશાહીમાં નાગરિકોની સાર્વત્રિક અને પ્રબુદ્ધ ભાગીદારી માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્વીપ કાર્યક્રમ થકી દરેક નાગરિકને મતદાર તરીકે નોંધણી કરાવવા અને ચૂંટણી અંગે માહિતગાર કરી, નૈતિક રીતે પોતાનો મત આપવા માટે જાગૃત, સક્ષમ અને સશક્ત કરવામાં આવે છે. પોસ્ટલ બેલેટ કામગીરી બાબતોની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.વધુમાં મામલતદાર શ્રી મોદી એ જણાવ્યું કે લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદારો લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદાર બને સમગ્ર ચૂંટણી દરમિયાન સૌનો સહયોગ મળતો રહે મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન અને દેશની ઉન્નતીમાં પોતાની ભાગીદારી નોંધાવે તેવી સૌને અપીલ કરી હતી.
આ બેઠકમાં ધાનપુર તાલુકાના અને દેવગઢ બારિયાના ધાનપુર તાલુકામાં સમાવિષ્ઠ મતદાન મથકો અને ગરબાડા તાલુકાના ધાનપુર તાલુકામાં સમાવિષ્ઠ મતદાન મથકોના શાળાના આચાર્યશ્રી સહિત શિક્ષકો હાજર રહ્યા હતા.

Share

Related posts

મુખ્યમંત્રીના હસ્તે શ્રમ સન્માન પોર્ટલનું કરવામાં આવ્યું લોકાર્પણ, 22 ભોજન કેન્દ્રોનો સમાવેશ

gujaratjanekta

ઝાલોદ કોલેજમાં મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ચર્ચાઓનો અંત! મંત્રી મંડળના વિસ્તરણ વચ્ચે CMને લઈને આવી મોટી ખબર – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial