Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલિસ સ્ટેશનમા ડી.વાય.એસ.પીની અધ્યક્ષતામાં બકરીઈદ નિમિતે શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

પંકજ પંડિત

આગામી દિવસોમાં મુસ્લિમ સમાજનો બકરીઈદનો તહેવાર આવી રહેલ છે તેને અનુલક્ષીને ઝાલોદ ડીવીઝનના ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ તેમજ પી.આઈ એચ.સી.રાઠવાની અધ્યક્ષ સ્થાને થી હિન્દુ મુસ્લિમના આગેવાનો સાથે એક મીટિંગ આજરોજ 31-05-2025 શનિવારના રોજ સાંજે 6:00 વાગે ઝાલોદ પોલિસ સ્ટેશનમા એક મીટિંગ યોજાઈ હતી.
આ મીટીંગમાં પોલિસ દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનોને સૂચન આપવામાં આવેલ હતું કે બકરી ઈદ નિમિતે નીકળેલ વેસ્ટનો નિકાલ યોગ્ય રીતે કરવો તેમજ કોઈ પણ જાહેર રસ્તાઓ પર જ્યાં ત્યાં વેસ્ટ કચરો ફેંકવો નહીં અને ફેંકવા દેવો નહીં તેમજ કોઈ પણ સમસ્યા સર્જાય તો તાત્કાલિક પોલિસ સ્ટેશનો સંપર્ક કરવો કોઈ પણ જાતની અફવા કે ગેરસમજ ફેલાય તેવી વાતોમાં આવું નહીં. કોઈ પણ વ્યક્તિ અસામાજીકતા સર્જાય તેવો માહોલ ઉભો ન કરે તેમજ કોઈ પણ વાતો કે દલીલોમા મોટા ઝગડા ન સર્જાય તેનું ધ્યાન રાખવા સૂચન આપવામાં આવ્યું હતું.

Share

Related posts

ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો ચાર્જ સંભાળતા પૂવાર

gujaratjanekta

નેશનલ કમિશન ઓફ હોમિયોપેથીક નવી દિલ્હીના સભ્ય તરીકે ડો .હિતેશ જી પુરોહિત ની નિમણૂક

gujaratjanekta

ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ ‘મોદી હૈ તો મુમકીન હૈ’ સૂત્ર સાચુ સાબિત થયું!

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial