Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે “મ્યુઝિકલ ડે”ની ઉજવણી કરાઈ

બ્યુરો ચીફ કેતન ભટ્ટ.

વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિ બહાર લાવવા સમયાંતરે વિવિધ કાર્યક્રમો જરૂરીદાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે “મ્યુઝિકલ ડે” ઉજવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં અંદાજિત ૩ હજાર જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ મ્યુઝિકલ ડે ની ઉજવણીમાં ૭૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સોલો ડાન્સ, ગ્રુપ ડાન્સ, ડ્યુટ ડાન્સ, ગુજરાતી, હિન્દી ગીત-ગાન તેમજ આદિવાસી લોકનૃત્ય રજૂ કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમનો આરંભ સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ પ્રા.અનુરાધા શર્માએ સૌના સ્વાગત સાથે આવકારીને કર્યો હતો.આ પ્રસંગે કૉલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ.બી. આર.એ પ્રાસંગિક ઉદ્દબોધનમાં વિદ્યાર્થીઓમાં ગીત, સંગીત, નૃત્ય વગેરે કલાઓ વિકસે તે હેતુથી આવા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવું જરૂરી હોય છે તેમ જણાવ્યું હતું. દરેક વિદ્યાર્થીઓએ તેમાં રસ દાખવી વધુને વધુ સંખ્યામાં ભાગ લઈને પોતાનામાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવી જોઈએ તેમ તેઓએ વધુમાં જણાવ્યું હતું.આ પ્રસંગે કૉલેજના માર્ગદર્શક ડૉ.બી.સી.ચૌધરી, વાઇસ પ્રિંસિપાલ ડૉ.એચ. કે. પંચાલ, કોલેજનો સમગ્ર સ્ટાફગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સાંસ્કૃતિક સમિતિની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

Share

Related posts

ઝાલોદમાંથી રાજસ્થાનની રેતી ચોરીનો બેફામ ખેલ! ઓવરલોડ ડમ્પરોથી રસ્તાઓ તૂટ્યા, અકસ્માતનો ખતરો વધ્યો

gujaratjanekta

ચૂંટણી પહેલાં આજથી બીજેપીની ઉમેદવારી પ્રક્રિયા શરૂ, નિરીક્ષકો લેશે ઉમેદવારોની સેન્સ

gujaratjanekta

ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી : પશુ દવાખાનાનું કામ અધવચ્ચે બંધ કરતા લોકોના હાલ બેહાલ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial