Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

લીમડી પોલીસે 1,00,800 ના દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડયો : બે આરોપી વોન્ટેડ

પંકજ પંડિત.

6,00,800 ના મુદ્દામાલ ઝડપી પાડવામાં લીમડી પોલીસને સફળતા મળીઝાલોદ તાલુકામાં અનઅધિકૃત રીતે ગેરકાયદેસર હેરાફેરી કરનાર આરોપીઓ સામે લીમડી પોલીસ સતત વોચ કરી રહેલ છે. લીમડી પોલીસ મથકના પી.એસ.આઈ વી.જે.ગોહેલ તેમજ સે.પો.સ.ઇ એમ.બી.ખરાડી સહિતની ટીમ સતત પેટ્રોલીંગ કરી દારૂ વેચતા બુટલેગરો પર લાલ આંખ કરી રહેલ છે. લીમડી પોલીસ દ્વારા સતત ત્રીજા દિવસે દારૂનો ગેરકાયદેસર જથ્થો મુદ્દામાલ સાથે પકડી સફળતા મેળવેલ છે.લીમડી પોલીસ મથકના પીએસઆઈ પેટ્રોલિંગમા હતા તે સમય દરમ્યાન તેમને સીમલખેડી ગામેથી વિદેશી દારૂ ભરી તુફાન ગાડી આવી રહેલ છે તેવી બાતમી મળેલ હતી. મળેલ બાતમી મુજબ સીમલખેડી થી બાતમી મુજબ તુફાન ગાડી MP-44-BC-0477 આવી રહેલ હતી તે ગાડીને રોકતા તપાસ કરતા તેમાં વિદેશી દારૂ મળી આવેલ હતો.પોલીસ દ્વારા તુફાન ગાડીના ચાલક સેલુ કાળુ મુનીયા ( રહે.બેડાવા, થાંદલા ) ની અટકાયત કરવામાં આવેલ હતી અને અન્ય બે આરોપી પલ્લુ કટારા ( રહે. પાડા ઘામંજર, થાંદલા ) અને અમીત કાંતી નીનામા ( કરંબા, સંજેલી ) ને વોન્ટેડ જાહેર કરેલ હતા.લીમડી પોલીસને તુફાન ગાડી માથી વિદેશી દારૂ તથા બીયરની કુલ 20 પેટી મળી આવેલ હતી. જેમાથી કુલ 720 બોટલો જેની કિંમત 1,00,800 અને તુફાન ગાડીની કિંમત 5,00,000 થઈ કુલ 6,00,800 રૂપિયાનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા મળેલ હતી.

Share

Related posts

લીલવા ઠાકોર ગ્રામ પંચાયતમાં મનરેગા યોજનામાં ખોટા બિલો પાસ કર્યાની જાગૃત નાગરિકની રજૂઆત.

gujaratjanekta

ભાજપની પ્રચંડ લહેરમાં વિપક્ષ ઘ્વસ્ત, રસ્તાઓ પર ઢોલ-નગારાની ધૂમ, કાર્યકરો કરી રહ્યા ઉજવણી

Admin

ફતેપુરા તાલુકા મામલતદાર કચેરી નો સર્કલ ઓફિસર 5000 રૂપિયાની લાચ લેતા એ.સી.બી ના છટકામાં રંગે હાથ ઝડપાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial