સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ
પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકામાં આવેલ વિવિધ પ્રાથમિક શાળાના પટાંગણમાં કાલોલ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના વરદ હસ્તે નવીન ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં કાલોલ તાલુકામાં આવેલ કરોલી, કડવાઈ, રીછીંયા, અલવા, ડેરોલ સ્ટેશન પ્રા.શાળા તેમજ કાલોલ ઉર્દૂ પ્રાથમિક શાળાના પટાંગણમાં આજરોજ નવીન ૨૭ ઓરડાઓનું અંદાજીત રૂપિયા ૧૭૦ લાખના ખર્ચે ખાત મુહૂર્ત સમારોહ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કાલોલ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ જાદવ, કાલોલ પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ, કાલોલ એપીએમસી ના ચેરમેન ધર્મેન્દ્રસિંહ, પ્રદ્યુમનસિંહ પરમાર, ઉપેન્દ્રસિંહ ચાવડા, અલવા ગ્રામ પંચાયતના સરપંચ મનોજસિંહ પરમાર, TRP ફારુકભાઈ મિસ્ત્રી, TPO ચેતનાબેન પરમાર, ગ્રામ પંચાયતના સભ્યો, શિક્ષકગણ , બાળકો, ગામના વડીલો, યુવાનો જનપ્રતિનિધિઓ, મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓ , એસ.એમ.સી સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આવેલ મહેમાનોનુ ઢોલના તાલે શાળાની બાલિકાઓ દ્વારા પરંપરાગત પહેરવેશ પહેરી તેમજ રીતિરિવાજ પ્રમાણે કુંભભરી કંકુ થી તિલક કરી ઉમળકાભેર આવકારી સ્વાગત કરવામાં આવ્યું હતું.

નવીન ઓરડાઓનુ ભૂમિ પૂજન વિધિવત મંત્રોચ્ચાર માટે અનુભવી બ્રાહ્મણ ના હસ્તે વિધિ કરી આવેલા મહાનુભાવો દ્વારા શ્રી ફળ વધેરી ભારત માતાની, સરસ્વતી માતાની પૂજા અર્ચના તેમજ આરતી પૂજા કરીને જય જય શ્રીરામ ના નારા લગાવ્યા હતા.
કાલોલ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણને શાળા પરિવાર તેમજ ગ્રામ પંચાયતનાં સરપંચ, ગ્રામજનો, આગેવાનોએ માથે સાફો બાધી, શાલ ઓઢાડીને તેમજ અન્ય મહેમાનોને પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રસંગ ને અનુરૂપ કાલોલ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે હાલમાં વિકાસ થયો છે તેની વિગત અનુસાર ચર્ચા કરવામાં આવી હતી. વાલીઓને પોતાના બાળકોના ભણતર પર ધ્યાન આપવા તેમજ શિક્ષકો ને પોતાની કામગીરી સરકારના નક્કી કરેલા ધારાધોરણ અને નિયમોનુસાર ફરજ બજાવવા અનુરોધ કર્યો હતો તેમજ શાળાના વિધ્યાર્થીઓને ભવિષ્યમાં આગળ વધવુ હોય તો તમાકુ, બીડી, ચા જેવા વ્યસન ન કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત ગામ પ્રગતિના પંથે આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી. ખાસ કરીને ડેરોલ પ્રા. શાળામાં કાર્યક્રમનું સફળ સંચાલન મહેશભાઈ પટેલ, કિરણભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતુ. નવિન ઓરડાઓના ભુમિ પૂજનથી બાળકો અને વાલીઓમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.

ભૂમિપૂજન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેનાર માટે તમામ શાળા પરિવાર તરફથી ચા, પાણી અને પૌંઆના નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. નાસ્તા બાદ કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી.

