Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન વ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ*

જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ પ્રજાકીય પ્રશ્નોનાં સમયસર, ઝડપી અને સુચારૂ ઉકેલ લાવવા તમામ વિભાગના અધિકારીશ્રીઓને અનુરોધ કર્યો

દાહોદ:-જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેનાં અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ પ્રજાકીય પ્રશ્નોનાં સમયસર, ઝડપી અને સુચારૂ ઉકેલ લાવવા તમામ વિભાગના અધિકારીશ્રીઓને અનુરોધ કર્યો હતો.
બેઠકમાં આગામી ૨૪ માસમાં નિવૃત થનાર કર્મચારીઓના પેન્શીન કેસો, ખાતાકીય તપાસના કેસો, વિવિધ અરજીઓના નિકાલ બાબતેના પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં સત્વરે ઉકેલ આવે તે માટે કલેકટર શ્રી યોગેશ નિરગુડેએ તાકીદ કરી હતી.
જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે મળેલી બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી.પાંડોર દ્વારા કરવામાં આવ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ,પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા, સંખ્યાધિક અધિક કલેકટર શ્રી જે.બી.ઉપાધ્યાય, એ.એસ.પી.શ્રી કે.સિદ્ધાર્થ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક શ્રી બી.એમ.પટેલ, નાયબ વન સરક્ષક શ્રી રમેશ પરમાર,પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફીસરશ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Share

Related posts

ગુજરાતમાં કોરોનાના ડર વચ્ચે ખોટો દવાઓનો સ્ટોક ન કરો,કેમિસ્ટ એસોશિસનએ કરી અપીલ

Admin

ડૉ.તુષાર ભાભોર સાહેબ તેમજ PHC મેડિકલ ઓફિસર શ્રી ડો.આયુષી મેડમ ના માર્ગદર્શન હેઠળ

gujaratjanekta

ગાયત્રી માધ્યમિક શાળા ચિત્રોડીયામા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial