સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ
ગુજરાતના શિક્ષકો સહીત ના કર્મચારીઓ છેલ્લા ચાર વર્ષ કરતા વધુ સમયથી પોતાની જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરી રહ્યા છે એવા સમયે ગતરોજ ગુજરાત સરકાર ના કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે હિંમતનગર ખાતે મળેલ શિક્ષકો ના એક કાર્યક્રમ મા જાહેર મા ગુજરાત ના તમામ શિક્ષકો ને જૂની પેન્સન યોજના લાગુ કરવામાં આવશે પણ તારીખ નહીં બતાવવા માં આવે તેવી જાહેરાત કરી હતી પરંતુ એમાં મંત્રીએ કોઈ પણ પ્રકાર ની તારીખ જાહેર નથી કરી એ છતાં પણ આ જાહેરાત આવકાર્ય છે પરંતુ સાથે સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધે શિક્ષણ મંત્રીના આ નિર્ણય સામે સવાલો ઉઠાવ્યા હતા કે અમે એ દિવસે શિક્ષણ મંત્રી તેમજ નાણાં મંત્રી ની ઓફીસ મા હતા પરંતુ આવી જાહેરાત ની કોઈ ચર્ચા કરવામાં નહોતી આવી અને અચાનક શિક્ષકો ના કાર્યક્રમ મા આ પ્રકાર ની જાહેરાત એક કેબિનેટ મંત્રીએ આપી છે ત્યારે મંત્રી આ નિવેદન સાથે વળગી રહે અને અમારી સાથે મુખ્યમંત્રી ને મળવા આવે અને સત્વરે તારીખ જાહેર કરાવે તેમજ એક સંગઠન તરીકે આવી કોઈ જાહેરાત કરવાની હોય ત્યારે ગુજરાત ના આવા અનેક સંગઠનો છે એ તમામ ની હાજરી મા આવી જાહેરાત કરવી જોઈએ !! આ પ્રકાર નું નિવેદન તમામ સંગઠનો સાથે રાખી કર્યો હોય તો આનંદ ની બાબત હોત પરંતુ હાલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ આ નિર્ણય ને આવકારી રહ્યું છે !!?

