Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

વર્ષ ૨૦૨૩ ના અંતે દાહોદ જિલ્લામાં સસ્તા અનાજની ૫ દુકાનો સસ્પેન્ડ

પંકજ પંડિત

નાયબ નિયામક અન્ન અને નાગરીક પુરવઠા, ગાંધીનગરની કચેરીની ટીમ ઘ્વારા દાહોદ જિલ્લાની કુલ ૨૧ દુકાનોની તપાસણી અહેવાલ જિલ્લા પુરવઠા અધિકારીને મળેલ હતો. જેમાં કુલ ૨૦ વ્યાજબી ભાવની દુકાનો તથા ૧ બીનપરવાનેદાર દુકાનની તપાસણી કરવામાં આવેલ હતી. જેના અનુસંધાને કુલ ૫ વ્યાજબી ભાવની દુકાનોને ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલ છે તેમજ અન્ય ૧૬ દુકાનોની સામે ખાતાકીય રાહે સુનાવણી રાખી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

જેમાં ગરબાડા તાલુકાના ગાંગરડા ગામમાં સંદિપકુમાર છત્રસિંહ મેડા સંચાલીત વ્યાજબી ભાવની દુકાન, ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામમાં અભેસિંહ બરસીગભાઈ બીલવાળ, સંચાલીત વ્યાજબી ભાવની દુકાન, ફતેપુરા તાલુકામાં સુખસર ગામમાં ભુનેતર મુકેશભાઈ મુળજીભાઈ, સંચાલીત વ્યાજબી ભાવની દુકાન, ફતેપુરા તાલુકામાં મારગાળા ગામમાં કપિલકુમાર ભરતલાલ કલાલ, સંચાલીત વ્યાજબી ભાવની દુકાન અને ઝાલોદ તાલુકામાં કોઠારી યોગેશકુમાર કનૈયાલાલ, સંચાલિત વ્યાજબી ભાવની દુકાન સસ્પેન્ડ કરાઈ તેમ જિલ્લા પુરવઠા અધિકારી દાહોદની અખબારી યાદીમાં જણાવેલ છે.

Share

Related posts

ના હોય! માત્ર 26 રૂપિયામાં હવાઇયાત્રાનો આનંદ માણો, ઓફર માત્ર 13 જુલાઇ સુધી જ, જલ્દી જ ફરવાનો બનાવો પ્લાન

gujaratjanekta

સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ઝાલોદ સબ જેલ ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો

gujaratjanekta

બોર્ડના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial