Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

દેવગઢબારીયા વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ઘર આંગણે યોજનાકીય લાભો મેળવતા નગરજનો

બ્યુરો ચીફ કેતન ભટ્ટ

દાહોદમા વિકસિત ભારત સંકલ્પ યાત્રા આયુષ્યમાન યોજનાનું કાર્ડ હશે તો એકપણ રૂપિયાનો ખર્ચ નહી થાય લાભાર્થી કડવા સલીમ મજીદભાઈઆયુષ્માન ભારત યોજના ગરીબ પરિવાર માટે સુરક્ષા કવચ છે

દાહોદ:- “મેરી કહાની, મેરી જુબાની” કાર્યક્રમ હેઠળ દેવગઢબારીયાના લાભાર્થી શ્રી કડવા સલીમ મજીદભાઈ એ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ પ્રસંગે સભામંડપમાં બેઠેલા ગ્રામજનોને આશીર્વાદ સમાન આયુષ્માન ભારત યોજનાથી થયેલા લાભ વિશે પોતાના અનુભવો રજૂ કર્યા હતા. દેવગઢ બારિયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા મેરી કહાની, મેરી જુબાની હેઠળ સરકારના આયુષ્યમાન કાર્ડ યોજનાના લાભાર્થી કડવા સલીમ મજીદભાઈ જણાવ્યું કે, આયુષ્યમાન કાર્ડ હેઠળ ખાનગી હોસ્પિટલમાં તપાસ ફ્રીમાં સારવાર થતી હોય છે. કોઈ પણ ઓપરેશન નિઃશૂલ્ક થતાં હોય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માનુ છું અને જે લોકોના પણ આયુષ્યમાન કાર્ડ કઢાવવાના બાકી છે તે લોકો પણ આ કાર્ડ કઢાવી લે જેથી આકસ્મિક સંજોગોમાં આ કાર્ડ જીવનરક્ષક બની શકે છે.કડવા સલીમમજીદભાઈગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના ઘરમાં બીમારી મહેમાન બનીને આવે તે સમયે સરકારે આયુષ્માન ભારત યોજના થકી આવા પરિવારોને આર્થિક ટેકો આપવાની જવાબદારી ઉઠાવી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના મળીને કુલ રૂ. દસ લાખ સુધીની શ્રેષ્ઠ અને નિઃશુલ્ક સારવાર પ્રાપ્ત થતા સમાજનો પ્રત્યેક નાગરિક નિશ્ચિંત થયો છે.

Share

Related posts

આદિવાસી ઉચ્ચતર માધ્યમિક શાળા છાલોરના શિક્ષક નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો છાલોર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તેરસિંગભાઈ પારગીને અધ્યક્ષતામાં વિદાય સમારંભ યોજાયો

gujaratjanekta

ગોધરા- સાવન કૃપાલ રૂહાની મિશન સેન્ટરના 26 વર્ષ પુર્ણ થતા હજુરબાબા સાવનસિંહજી મહારાજ પ્રકાશ પર્વ નિમિત્તે આધ્યાત્મિક સત્સંગ અને સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકા પાસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ કાદવ કીચડમા ઉતરી ગઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial