Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ઝાલોદ તાલુકાના નાનસલાઈથી લીમડી જતાં રસ્તા પર બાઇક સવારના અડફેટે એક રાહગીરનું મોત : બાઇક ચાલક બાઇક મૂકી ફરાર

પંકજ પંડિત

નાનસલાઈ મુકામે રહેતા કડકીયા વિરકા ગરાસિયા ઘરની બહાર કુદરતી હાજતે જવા નીકળેલ હતા ત્યારે ઝાલોદ તરફથી પૂરપાટ બેફીકરાઇ પૂર્વક ચલાવીને આવતો અજાણ્યો મોટરસાયકલ સવાર જે નાનસલાઈ થી લીમડી તરફના રસ્તા પર જતો હતો જે ગાડીનો નંબર GJ-20-BA-2864 હતો તેની મોટરસાઈકલ થી કડકીયા વીરકા અડફેટે આવી જતાં રોડ પર ફેંકાઈ ગયેલ હતા તેથી તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામેલ હતી. તાત્કાલિક તેનાં પરિવારજનો દ્વારા ૧૦૮ માં ઝાલોદ ધૂન હોસ્પિટલમાં ઘાયલ અવસ્થામાં લાવવામાં આવેલ હતા પરંતુ ઇજા વધુ ગંભીર હોવાથી ઇજા થયેલ દર્દીને દાહોદ ઝાયડસ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવેલ હતા ત્યાં સારવાર દરમ્યાન રાત્રે 11:30 વાગે દર્દીને મૃત જાહેર કરવામાં આવેલ હતા ત્યાર બાદ મૃત પામેલ કડકીયા વીરકાના પરિવારજનો દ્વારા ઝાલોદ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરીયાદ કરવામાં આવેલ હતી.

Share

Related posts

સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત સુખસરમાં કુપોષિત બાળકોને પોષણ કીટ નું વિતરણધારાસભ્ય રમેશભાઈ કટારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા

gujaratjanekta

ભીલ પ્રદેશ મુક્તિ મોરચા ફતેપુરા દ્વારા મામલતદાર શ્રી ફતેપુરા ને આવેદન પત્ર આપવામાં આવ્

gujaratjanekta

ડબલ એન્જિન સરકારમાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ ડબલ ગતિએ વધ્યુ !?: શ્રી અમિત ચાવડા – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial