Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ સ્પોર્ટસ

પંચમહાલ જીલ્લા ફુટબોલ ખેલાડીઓની ટીમ રાજ્ય કક્ષાએ ભાગ લેશે

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

રાજ્યમાં રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વાંરવાર થતી રહે અને યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી સરકાર દ્વારા વિવિધ રમત ગમતની રૂપરેખા તૈયાર કરવામાં આવતી હોય છે. સામાજીક ઉત્થાનમાં ખેલાડીઓમાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તેમજ તેમનો શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવતું હોય છે.

 

પંચમહાલ જીલ્લા સ્પોર્ટ્સ ઓથોરીટી (સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ) કનેલાવ ગોધરા ખાતે જિલ્લા કક્ષાનું અંડર – 20 ભાઈઓનું ટ્રાયલ સિલેક્સન રાખવામાં આવ્યું હતુ. જેમાં પંચમહાલ જીલ્લાના અલગ અલગ તાલુકાઓ માંથી અંદાજીત ૫૦ જેટલા સાહસિક ખેલાડીઓએ ભાગ લીધો હતો.

જેમાં પંચમહાલ જીલ્લા ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશન ના સિનિયર ખેલાડી, કમિટીના સભ્યો અને કોચની હાજરીમાં ટોપ ૨૫ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. જે આવનાર સમયમાં પંચમહાલ જીલ્લા ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશન તરફથી રાજ્ય કક્ષામાં ભાગ લેશે. આ ઉપરાંત પંચમહાલ જીલ્લાનું નેતૃત્વ કરશે.

Share

Related posts

ફતેપુરા તાલુકાના સુખસરમાં મકાન તથા દુકાન વેચવામાં આડખીલીરૂપ બનતી પત્નીને ચપ્પુના ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી ભાગી ગયેલ આરોપી ઝડપાયો

gujaratjanekta

ઝાલોદ તાલુકાના વ્યાપારીઓ દ્વારા મુસદ્દારૂપ જંત્રીના ભાવ ઘટાડવા ધારાસભ્ય મહેશ ભૂરીયાને રજૂઆત કરી

gujaratjanekta

ફતેપુરા તાલુકા કક્ષાના 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિનની ઉજવણી માધવા મુકામે થશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial