Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ઝાલોદની આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજમાં “ઐતહાસિક દસ્તાવેજોનું ઇતિહાસમાં મૂલ્ય” વિષય ઉપર પ્રદર્શન તથા વ્યાખ્યાન યોજાયું

પંકજ પંડિત

ઐતહાસિક દસ્તાવેજોનું મૂલ્યશ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ઝાલોદના ઈતિહાસ વિભાગ દ્વારા “ઐતહાસિક દસ્તાવેજોનું ઇતિહાસમાં મૂલ્ય” એ વિષય પર વિભાગના અધ્યક્ષ ડો. ડી. સી યાદવ સાહેબ અને લાઇબ્રેરીયન ડૉ. પી. એમ. શેલક સાહેબ દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં ગાંધીનગરથી પધારેલ વિદ્વાન વક્તા શ્રી જીતેન્દ્રભાઈનું હૃદય પૂર્વક સ્વાગત આચાર્ય શ્રી એમ. એમ. પટેલ સાહેબે કર્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં રસસભર સહકાર આપ્યો હતો. વિભાગના અધ્યક્ષ ડૉ. ડી. સી. યાદવ સાહેબે વક્તાનો પરિચય આપી ઈતિહાસના દસ્તાવેજોનું માનવ સમાજમાં મૂલ્ય સમજાવ્યું હતું.

” ઐતહાસિક દસ્તાવેજોનું ઇતિહાસમાં મૂલ્ય” એ વિષય પર શ્રી જીતેન્દ્રભાઈ વી. શાહ (નિવૃત્ત અધિક્ષક શ્રી ગુજરાત અભિલેખાગાર કચેરી ગાંધીનગર) દ્વારા રસપ્રદ અને માહિતી સભર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું, અને વિદ્યાર્થીઓને ઈતિહાસ નિર્માણમાં અભિલેખાગારનું મહત્વ સમજાવ્યું હતું.

અભિલેખાગારનો ક્રમશ: વિકાસ કેવી રીતે થયો તે અને ગુજરાતના વિવિધ રાજા રજવાડાઓ વલસાડ, નવસારી, વાંસદા, વડોદરા, ગોંડલ, ભાવનગરની વિશેષતાઓ, વિવિધ એડીએ રિપોર્ટ , નકશા, ગેજેટ, વિવિધ ટપાલ ટિકિટો, સ્વાતંત્ર્ય સેનાનીઓની માહિતી, ગુજરાતમાં આવેલ વર્લ્ડ હેરિટેજના વિવિધ રંગીન ફોટાઓ, ધોળાવીરા, સમ્રાટ અશોકના શિલાલેખ, મહારાજા સયાજીરાવ ગાયકવાડના દસ્તાવેજો, મહારાજા જામ સાહેબ , ડૉ. ભીમરાવ આંબેડકર, દાદાભાઈ નવરોજી, રાજા રવિ વર્માના ચિત્રો, શ્યામકૃષ્ણજી વર્મા વગેરે ની વિવિધ અને બહુમૂલ્ય માહિતી પ્રદર્શનીમાં બતાવવામાં આવી. આ પ્રસંગે પ્રો. કે. જે. રામી સાહેબે આભાર વિધિ કરીને સર્વ અધ્યાપક મિત્રો અને સમગ્ર વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન ડો. ડી. સી. યાદવ દ્વારા કરવામાં આવ્યું.

Share

Related posts

ઝાલોદ ખાતે કલાલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહાકાલી ઇલેવન નો વિજય

gujaratjanekta

રાજકોટ આઈ. ટી. આઈ. ખાતે ૧૫૦ જેટલી જગ્યા માટે ભરતીમેળાનું આયોજન

gujaratjanekta

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ લધુતમ સુવિધાઓ અંતર્ગત ધાનપુર મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રી રાકેશ મોદીનાઅધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial