Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ભારે વરસાદના પગલે નાગરિકોને રેસ્ક્યુ કરી યોગ્ય જગ્યાએ સ્થળાતંર કરાવતી પંચમહાલ જિલ્લા પોલીસ

અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી

રિપોર્ટર:-મેહફુઝ હસન

 

ભારે વરસાદની આગાહીના કારણે શ્રી. રાજેન્દ્ર અસારી નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ નાઓએ પંચમહાલ જિલ્લા પોલીસને એલર્ટ રહેવા આદેશ આપેલ હતો. શ્રી. હિમાશું સોલંકી પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરા નાઓએ પણ એલર્ટ રહેવા સુચના આપેલ હોય તે દરમ્યાન પોલીસ કંટ્રોલ રૂમ ગોધરા નાઓ તરફથી કહેવામાં આવ્યુ હતુ કે ભારતમાલા દિલ્હી મુંબઈ એકસપ્રેસ હાઇવેની પાનમ નદી કિનારે નાટાપુર પાસે આવેલ બાંધકામ સાઈટ ઉપર કેટલાક લોકો પાનમ નદી ના પૂરમાં ફસાયેલા છે

તે આધારે શ્રી.પી. આર.રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક ગોધરા વિભાગ ગોધરા નાઓ તથા શ્રી.પી.કે. અસોડા પોલીસ ઇન્સ્પેકટર ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન તથા શ્રી આર. એસ. દેવરે પો. સ. ઈ.મોરવા હડફ પોલીસ સ્ટેશન નાઓ ટીમ સાથે નાટાપુર પહોંચી જઈ પાનમ નદી ના પૂરમાં ફસાયેલ કુલ 70 ઉપર નાગરિકોને બચાવવાની કામગીરી કરી હતી તે દરમ્યાન વહીવટીતંત્ર તરફથી મામલતદાર શ્રી મોરવા હડફ તેમજ ફાયર બ્રિગેડ ના જવાનો આવી જતા સયુંકત પ્રયાસોથી પુર બચાવ ની કામગીરી ચાલુ રાખી

આ કામગીરી દરમ્યાન શ્રી. રાજેન્દ્ર અસારી નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ નાઓ પણ પુર બચાવની કામગીરીમાં પોલીસ ટીમ સાથે સ્થળ પર આવી જતા તમામ 70 પર પ્રાતિય નાગરિકોને પુર બચાવ કામગીરી કરી બચાવી લેવાની ઉમદા કામગીરી કરી હતી.

 

Share

Related posts

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા ધાબળા અને સ્વેટર નું વિતરણ

gujaratjanekta

વડું ગામે સરકારી જમીનમાં થયેલ ૧૧૨ થી વધું દબાણ દુર કરાયાં.

Admin

સુખસર આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્રારા સુખસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ કેમ્પ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial