Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં ગીરીબાપુ બોલ્યા : મુર્દો કો જલાયા જાતા હૈ ઉસે સ્મશાન કહેતે હૈ કૈલાશ નહી – જુઓ VIDEO

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ 

સુપ્રસિદ્ધ શિવ કથાકાર ગીરીબાપુ એ લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં પાંચમા દિવસે ઉપસ્થિત શ્રોતાગણ ભક્તોને પોતાની કથાવાણીનું રસપાન કરાવતા માં જણાવ્યું હતું કે જ્યાં શિવાલય છે ત્યાં શાંતિ છે. શિવાલયની આજુબાજુની ભૂમિ છે તે તીર્થ છે તેની આજુબાજુમાં રહેતો અજાણ્યો મનુષ્ય પોતાનો જીવ છોડે ચાહે તે પાપી હોય તો પણ તે શિવલોકનો અધિકારી છે અને તે શિવગતિને પામે છે.

સવારમાં વહેલા ઊઠીને મહાદેવને જરૂરિયાત કરવા જોઈએ શિવ પૂજા નિત્ય કરો ગમે તેટલી નદીઓ સમુદ્રને મળે પરંતુ સમુદ્ર એ સમુદ્ર જ છે માટે શિવજીનું પૂજન કરો શિવજીની યાદ કરો .જ્યાં બીલીપત્ર વૃક્ષ છે તે સ્થાનની પ્રગતિ થાય છે વધુમાં જણાવ્યું હતું કે સ્મશાનમાં કૈલાશ શબ્દ ના લખવો જોઈએ સ્મશાન એ સ્મશાન જ છે. કૈલાશ અવિનાશી છે.મનુષ્યનો અંતિમ સંસ્કાર થાય તેને કૈલાશ ના કહેવાય.

કૈલાશ તો એ છે જેનાથી સ્વર્ગની રચના થાય છે. ઘર, શિવાલય કે રાજમહેલ પર કૈલાશ લખવું જોઈએ સ્મશાનમાં કૈલાશ શબ્દ ના લખવો જોઈએ. સંતોની કથા સાંભળવાનું ફળ મળે કે ના મળે પરંતુ કથા સાંભળવાથી જીવન ક્યારેય નિષ્ફળ જતું નથી. બિલીપત્રની નીચે કે તુલસીની નીચે પાર્થિશ્વર શિવલિંગ બનાવી તેની પર જળ ચઢાવવું જોઈએ. આપણા દેશની રાષ્ટ્રભાષા સંસ્કૃત નથી તે આપણું દુર્ભાગ્ય છે. દક્ષિણમાં આજે પણ ઘણા ગામોમાં સંસ્કૃત ભાષા બોલાય છે.વિશ્વમાં જે તે ધર્મગ્રંથ તેમની ભાષામાં છે

અને તે ભાષા જ બોલાય છે પરંતુ આપણા ભારતમાં ધર્મગ્રંથોની સંસ્કૃત ભાષા આપણી રાષ્ટ્રભાષા નથી જે દુર્ભાગ્ય છે.લુણાવાડા ધારાસભ્ય કોંગ્રેસના છે પરંતુ ભાજપ હોય કે કોંગ્રેસ હોય પરંતુ તે જરૂરથી હિન્દુસ્તાની હોવો જોઈએ ભારતીય હોવો જોઈએ. પક્ષ ગમે તે હોય પરંતુ ભારતની નાગરિકતા નો આદર હોવો જોઈએ. આવનાર સમયમાં આપણા દેશની ભાષા સંસ્કૃત બને તેવી પ્રાર્થના કરી હતી.

 

હું કોઈ પક્ષનો માણસ નથી પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સનાતન સંસ્કૃતિ નો આદર કરું છું. ધન,સામર્થ,સમજણ હોય તો જ કથા કરાવી શકાય. લુણાવાડા ખાતે ચાલતી કથામાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ શૈલેષકુમાર ઠાકર,  શ્રી રાકેશભાઈ પંડ્યા તથા કેસરી પરિવાર, મહેતા પરિવાર અને પટેલ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Share

Related posts

ઝાલોદ નગરના માઇ ભક્તોનું પગપાળા સંઘ અંબાજી યાત્રાએ જવા નીકળ્યું

gujaratjanekta

પંચમહાલની ત્રણ બેઠક પર ભગવો, બે બેઠકો પર ઉમેદવારો આગળ, પાંચે બેઠક પર ભગવો લહેરાઈ શકે છે

Admin

ઝાલોદ હિન્દુ સમાજ અને સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા સિંગવડમા બાળકી સાથે થયેલ ધૃણાસ્પદ બનાવના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial