Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

લુણાવાડા તાલુકાના નાના વડદલા સરકારી શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ કરતા આજીવન શિક્ષક શંકરલાલ ત્રિવેદી

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

લુણાવાડાના મહી કાંઠાના વતની અને વડોદરાને કર્મભૂમિ બનાવી છે તેવા આજીવન શિક્ષક, અમૃતવર્ષે પણ પોતાની માતૃસંસ્થા કે જ્યાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે ત્યાં નાના વડદલા પ્રા. શાળામા છેલ્લા દોઢ દાયકાથી તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનુ વિતરણ કરે તે પ્રમાણે તા.૦૯/૦૯/૨૩ ને શનિવારે નાના વડદલા, મોટા વડદલાની બન્ને શાળામા જઇ શંકરલાલ ત્રિવેદી સાથે તેમનાં ધર્મપત્ની દેવિલાબેન ત્રિવેદી- તેઓની પણ માતૃસંસ્થા છે ત્યા તમામ ધો-૧ થી ૮ ના બધા જ બાળકોને શૈક્ષણિક કીટનુ વિતરણ કર્યુ.

નવી શિક્ષણનીતિ પ્રમાણે બાલવાટિકાનાં-૨૪ ભૂલકાઓને પણ કીટ આપી જેમાં બાલવાટિકાને લગતાં શૈક્ષણિક સાધનો હતા. તમામ ભૂલકાનો શૈક્ષણિક કીટ જરૂરી સાધનો મેળવીને આનંદવિભોર બન્યા. આચાર્ય પ્રકાશભાઇ પ્રજાપતિએ શાળાના ભૂતપૂર્વ બે વિદ્યાર્થીઓનો તમામ વાલીમિત્રો તરફથી આભાર માન્યો. જ્યારે ગ્રામપંચાયતના સરપંચ શ્રીમતી કૃપાલીબેન એચ. દેરાસરીએ શૈક્ષણિક પ્રવૃતિને આવકારી આભિનંદન પાઠવ્યાતેમજ વાલીમિત્રોને આવી ઉત્તમ કામગીરી કરવા આગળ આવવા અનુરોધ કર્યો.

Share

Related posts

ફતેપુરા થી કંકાસીયા જતા રોડ પર ઝાડ પડી જતા અવરજવર કરતા વાહન ચાલકોને પડતી મુશ્કેલી

gujaratjanekta

ગુજરાત પોલીસને હરિયાણામાં નડ્યો અકસ્માત : 2 પોલીસકર્મી સહિત ડ્રાઈવરનું મોત – જાણો વધુ

gujaratjanekta

વડોદરા શહેરમાં જન્માષ્ટમી દિન નિમિત્તે પ્રતિબંધિત રસ્તા અને વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial