Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

વિજ્ઞાન ગુર્જરી “સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ 2023” મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો

વિજ્ઞાન ગુર્જરી દ્વારા “સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ 2023” 10 ઓગસ્ટ ના રોજ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એક જ દિવસમાં જુદા જુદા સમયે આખા ગુજરાતમાં 337 તજજ્ઞો દ્વારા 35000 સ્ટુડન્ટ વિજ્ઞાન અને ટેકનોલોજી માર્ગદર્શન આપવામાં આવ્યું. જે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં ઇન્ડિયાના નામે નોંધાયો છે.

જે અંતર્ગત જિલ્લા કોર્ડીનેટર કે. ડી લીમ્બાચીયા અને ઝોન કોર્ડીનેટર ગોધરાના શ્રી પંકજભાઈ દરજી ને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના વરદ હસ્તે સર્ટિફિકેટ અને મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા વિદ્યાર્થી વિજ્ઞાન મંથન નું બ્રોસર પણ લોન્ચ કરવામાં આવેલ આ પ્રસંગે વિજ્ઞાન ભારતીય ના રાષ્ટ્રીય સચિવ શ્રી પ્રવીણજી , ગુજરાતપ્રાંત વિજ્ઞાન ગુર્જરી ના અધ્યક્ષ પ્રોફેસર ચૈતન્ય જોશી અને સહ સચિવ શ્રી જીગ્નેશ બોરીસાગર ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ફતેપુરા તાલુકામાં સરસ્વતી સાધના યોજના હેઠળ કન્યાઓને અપાતી સાયકલો વિતરણ નહીં કરાતાં ભંગાર હાલતમાં

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ગરાડુ મુકામે ઝાડ સાથે લટકેલી લાશ મળી આવી

gujaratjanekta

દાહોદ ના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસ મહારાજ દ્વારા મુબંઇ મુકામે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial