Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

માજી સૈનિકો ઉપર હુમલો કરવાની સાહી સુકાઈ નથી ત્યાં તલવારથી કેક કાપતા લુણાવાડા તા.ના પૂર્વ પ્રમુખ સંજય બારીયાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ

નમનાર ગામના માજી સૈનિકો બંધુઓ ઉપર પચાસેક માણસોનું ટોળું લઈ હુમલો કર્યાની શાહી સુકાઈ નથી ત્યાં તો ફરીથી માજી તાલુકા પંચાયત પ્રમુખ સંજય બારીયા દ્વારા પોતાની બર્થ ડે પાર્ટીમાં રોફ અને ધાક જમાવતો વિડીયો વાયરલ કરાતા સનસનીખેજ મચી જવા પામી છે. લુણાવાડાના નમનાર ગામે રહેતા માજી તાલુકા પંચાયત પ્રમુખ સંજય બારીયા પોતાની બર્થડે પાર્ટીમાં ભાન ભૂલી પોતાના જ માણસો સાથે ગાડીના બોનેટ ઉપર તલવારથી કેક કાપતા કોઠંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.કોઠંબા વરધરી આઉટ પોલીસ મથકના અપોકો વિજયકુમારની ફરિયાદ અનુસાર મીડિયાના મધ્યમ દ્વારા જાણવા મળેલ કે નમનાર લાલજીપુરા ગામે રહેતા અને અગાઉ તાલુકા પંચાયતના માજી પ્રમુખ તરીકે ફરજ બચાવી ચૂકેલા સંજયભાઈ બારીયા દ્વારા જન્મવર્ષ ગાંઠ નિમિત્તે પોતે પોતાના ગામની નજીક ટોડીયા ગામની સીમમાંથી પસાર થતી મહીસાગર નદીના કિનારે આવેલ વાઘેશ્વરી માતાજીના મંદિર નજીક આવેલા ખુલ્લા પથ્થર ઉપર એક ગાડીના બોનેટ ઉપર છ થી સાત જેટલી કેક તલવાર વડે કાપતા વોટસ એપ ઉપર વિડીયો ફોટા ફરતા થયા હતા.જે સંબંધે સ્થળ ઉપર તપાસ અને ખાતરી કરતાં ખરેખર આ જગ્યાએ કેક કાપેલાનું અને જાહેરમાં આવા પ્રકારનો ભય પેદા કરવાનો પ્રયત્ન કરેલ હોય જાહેર જગ્યાએ જાહેરનામાનો ભંગ કર્યો બદલ સંજય બારીયાની વિરુદ્ધ ઈપીકો કલમ 18 8 મુજબ કોઠંબા પોલીસ મથકે કાયદેસર ફરિયાદ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

Share

Related posts

દાહોદ ખાતે ૭માં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

ઝાલોદ ભાજપ પરિવાર દ્વારા નમો કે નામ રક્તદાન અંતર્ગત 30 યુનિટ રક્ત એકત્ર કરાયું

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ચણાસર મુકામે અચાનક એક મકાનને આગ લાગતા 279000 નુકશાન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial