Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News general news national news

દેશના 9 વિપક્ષી નેતાઓમાં કેજરીવાલ, મમતાજી, પવારે PM મોદીને પત્ર લખીને કરી આ માંગણી

પ્રાપ્ત માહિતી પ્રમાણે દિલ્હીમાં એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ મામલે અરવિંદ કેજરીવાલ સહિત વિપક્ષના 9 નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, વિપક્ષના નેતાઓ સામે જે રીતે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે, તેને જોતા લાગી રહ્યું છે કે આપણે એક લોકશાહીમાંથી સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યા છીએ.

કોણે-કોણે લખ્યો પત્ર
– અરવિંદ કેજરીવાલ (આપ)
– કે. ચંદ્રશેખર રાવ (BRS)
– મમતા બેનરજી (તૃણમૂલ કોંગ્રેસ)
– ભગવંત માન (આપ)
– તેજસ્વી યાદવ (RJD)
– ફારુક અબ્દુલ્લા (JKNC)
– શરદ પવાર (NCP)
– ઉદ્ધવ ઠાકરે (શિવસેના, UBT)
– અખિલેશ યાદવ (સપા)

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 26 ફેબ્રુઆરી 2023ના રોજ દિલ્હીથી મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ ઘણી લાંબી કવાયત પછી અને કોઈપણ પુરાવા રજૂ કર્યા વિના કરવામાં આવી હતી. સિસોદિયા પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા અને રાજનીતિથી પ્રેરિત છે. આ કાર્યવાહીથી સમગ્ર દેશની જનતામાં રોષ છે. મનીષ સિસોદિયાને શાળા શિક્ષણમાં શાનદાર ફેરફાર લાવવા માટે ઓળખવામાં આવે છે. આવી સ્થિતિમાં સિસોદિયાની ધરપકડ વિશ્વની સામે રાજકીય ષડયંત્રનું ઉદાહરણ રજૂ કરે છે. આનાથી આ વાતને પણ પ્રોત્સાહન મળે છે કે ભારતમાં લોકશાહી મૂલ્ય ભાજપના શાસનમાં જોખમમાં છે.
પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 2014માં ભાજપના કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ અત્યાર સુધીમાં જે નેતાઓ સામે કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા કેસ નોંધવામાં આવ્યા છે, જેમની પૂછપરછ કરવામાં આવી છે, જેમની ધરપકડ કરવામાં આવી છે અથવા જેમના નિવાસસ્થાન અથવા પરિસરો પર દરોડા પાડવામાં આવ્યા છે, તેઓ મોટાભાગે વિરોધ પક્ષો સાથે સંબંધિત છે. રસપ્રદ વાત એ પણ છે કે જે નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે, તેમની સામે તપાસની ગતિ ધીમી પડી ગઈ છે.
પત્રમાં આવા નેતાઓનું ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના પૂર્વ નેતા અને હાલ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા (BJP)ની સામે ઈડી અને સીબીઆઈ દ્વારા 2014 અને 2015માં શારદા ચિટ ફંડ કેસમાં તપાસ બેસાડવામાં આવી હતી. જોકે, સરમાના ભાજપમાં જોડાયા બાદ તપાસ ઠંડી પડી ગઈ હતી. તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ નેતાઓ સુવેન્દુ અધિકારી અને મુહુલ રોયનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રના નારાયણ રાણે સહિત ઘણા નેતાઓના નામ આવા જ ઉદાહરણ રજૂ કરે છે.

Share

Related posts

માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ ભાઈ દવેએ રોજગારીને વધારવા માટે જીએચસીએલ ફાઉન્ડેશનની વીટીઆઈનું ઉદ્ઘાટન કર્યું

gujaratjanekta

પંચમહાલમાં ચૂંટણી પંચની તડામારા તૈયારીઓ, 377 ઈવીએમ અને 412 વીવીપેટ ફાળવાયા

Admin

આજે ૧૮૨ વિધાનસભા બેઠકના પરિણામ માટે મતગણતરી શરૂ:રૂઝાન આવવાના થયા શરૂ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial