Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

સંતરામપુરમાં કોલેજ રોડ વિસ્તારમાં હોન્ડા ગાંધી શો રૂમમાં આકસ્મિક આગ લાગવાથી શોરૂમ બનીને ખાખ

સાહિલ શેખ – પત્રકાર 

સંતરામપુર કોલેજ રોડ વિસ્તારમાં ગાંધી હોન્ડા શોરૂમ આવેલો છે. જેમાં અલગ અલગ પ્રકારની એકટીવા, મોટર સાયકલ આશરે 200 ઉપરાંત બળીને ખાખ થઈ ગઈ છે તથા સ્પેરપાર્ટ નો મુકેલો દરેક પ્રકારનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગતા જ આજુબાજુના રહીશો દોડી આવેલા હતા.

બે થી ત્રણ કલાક સુધી આગ સતત ચાલુ રહી નગરપાલિકામાં જાણ કરવા છતાં પણ ફાયર ફાઈટર સમયસર ઉપસ્થિત ના રહેવાને કારણે નજીકની હોસ્પિટલો માંથી પાઇપ અને ફુવારા દ્વારા પાણીનો મારો ચલાવ્યો હતો. તેમ છતાં આગ કાબુમાં ના આવતા આજુબાજુના રહીશોએ ખાનગી પાણીના ટેન્કરો લાવીને આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના સ્થળે પોલીસ પહોંચી પણ ફાયર ફાઈટર વ‍ાન નગરપાલિકાની આવી નહી. નગરપાલિકાની ઘોર બેદરકારી હોવાથી ગ્રામજનોમ‍ં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ફાયર ફાઈટર હોવા છતાંય પાલિકામાંથી ફાયર ફાઈટર સમયસર ના આવતા શોરૂમના માલિકને લાખો રુપિયા ઉપરાંતનું નુકસાન થવા પામેલું છે.

Share

Related posts

ચાંદણગઢ ખાતે આઈ શ્રી ખોડીયાર મંદિરના જીણોધ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહિરનો ભવ્ય લોકડાયરો યોજાયો – જુઓ VIDEO

gujaratjanekta

ઝાલોદની વિવિધ સ્કૂલો ખાતે એચ.એસ.સી અને એસ.એસ.સી પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ હર્ષોલ્લાસ સાથે આવ્યા

gujaratjanekta

રાજ્યમાં 108 એમ્બુલન્સને 1 વર્ષમાં ડિલિવરી માટે 4.42 લાખ કોલ મળ્યા, 10,065 મહિલાઓની એમ્બુલન્સમાં ડિલિવરી થઈ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial