Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ગુજરાત ફલોરોકેમિકલ્સ લિમિટેડ દ્વારા નિ: શુલ્ક દાંતની તપાસ કેમ્પ યોજાયો

સંકેત પંડ્યા – એડિટર 

રણજીતનગર ખાતે આવેલ ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ , રણજીતનગર ના સી .એસ. આર વિભાગ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ હેઠળ તારીખ :૨૦/૦૧/૨૦૨૩, શુક્રવાર ના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિ: શુલ્ક દાંતની તપાસ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ અંતર્ગત કેમ્પ ના ડૉ. વિજીતા વૈદ્ય (બી. ડી.એસ) દ્વારા દાંતની આરોગ્ય જાળવણી તથા દાંતને લગતા રોગ તથા રોગ ના થાય તે માટેની કાળજી વિષયક જાણકારી આપવામાં આવી, તેમજ વધુમાં જણાય તો સારવાર માટે રાહતદરે સારવાર માટે સૂચના આપવામાં આવી હતી. આમ નિ: શુલ્ક દાંતની તપાસ માટેના કેમ્પમાં કુલ 88 દાંતના દર્દીઓ એ તપાસ કરાવી હતી.

આ નિ: શુલ્ક દાંતની તપાસ કેમ્પ માં રણજીતનગર ગામ ના ઉપ સરપંચ શ્રી મિત્તલ પટેલ, તેમજ ગામના અગ્રણી શૈલેષ પટેલ, અશ્વિનભાઈ પટેલ,ઠાકોરભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, નાથકુવા ગામના અગ્રણી મહેન્દ્રસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

રાજ્ય કક્ષાએ ભૂલકા મેળા- ૨૦૨૪ અંતર્ગત દાહોદ જિલ્લાની સર્વ શ્રેષ્ઠ TLM કૃતિ દ્રિતીય નંબર સાથે વિજેતા થઈ

gujaratjanekta

મહીસાગર જિલ્લા કલેકટરશ્નીની કેપ્ટનશીપમાં મતદાન જાગૃતિ માટે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

gujaratjanekta

વાગધર સંસ્થા દ્વારા ઝાલોદ તાલુકાના વઘેલા ગામમાં પરંપરાગત બીજ આદાન-પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial