Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

મહેસાણા: વ્યાજખોરોના ત્રાસથી યુવકની આત્મહત્યાના કેસમાં બેદરકારી દાખવા બદલ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ

મહેસાણાથી એક મોટા સમાચાર આવ્યા છે. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરાયા છે. આત્મહત્યાના કેસમાં દુષ્પ્રેરણાની ફરિયાદની તપાસના મામલે આ કાર્યવાહી કરવામાં આવી હોવાના સમાચાર છે.

મીડિયા રિપોર્ટ મુજબ, મહેસાણામાં એક યુવકને વ્યાજખોરો દ્વારા ગેરકાયદેસર રીતે વધુ વ્યાજ વસૂલવા માટે વારંવાર હેરાન-પરેશાન કરવામાં આવતો હતો. આ સાથે યુવકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવા આવતી હતી. આથી વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું હતું. આ અંગે યુવકના પરિવારે વ્યાજખોરો સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.

જોકે આ કેસમાં મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરે વ્યાજખોરો વિરુદ્ધ તપાસમાં બેદરકારી દાખવી હોવાનું જણાયું હતું. આ અંગે ઉચ્ચે કક્ષાએ જાણ થતા પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરી બંનેને સસ્પેન્ડ કરાયા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કેટલાક શહેરમાં પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ અને લોક દરબારનું આયોજન કરી વ્યાજખોરોના ત્રાસથી પીડિત લોકો સાથે રૂબરૂ મુલાકાત લઈ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

Share

Related posts

મહીસાગર જીલ્લા RTO કચેરી દ્વારા નોનટ્રાન્સપોર્ટ વાહનને ટ્રાન્સપોર્ટ કેટેગરીમાં કન્વર્ઝન કરવા હેલ્પડેસ્ક શરૂ કરાયુ

gujaratjanekta

કૃષિ અને પંચાયત મંત્રીબચુભાઈ ખાબડનાં અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનું બાળ વેજ્ઞાનિક પ્રદર્શન યોજાયો

gujaratjanekta

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ની કચેરી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સોસાયટી દાહોદ જિલ્લા શાખા ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial