Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

રાજકોટમાંથી ફરી ઝડપાયું બેન પ્લાસ્ટિક: કુલ ૫૮ હજારથી વધુનો દંડ વસૂલયો

રાજકોટમાંથી ફરી ઝડપાયું બેન પ્લાસ્ટિક: કુલ ૫૮ હજારથી વધુનો દંડ વસૂલયો રાજકોટમાં ફરી બેન પ્લાસ્ટિક ઝડપાયું છે. અલગ અલગ ૮૨ લોકો પાસેથી આ બેન પ્લાસ્ટિક ઝડપાયા બાદ તેઓને દંડ ફટકારવામાં આવ્યો છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ અન્વયે ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક કેરી બેગ જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાંથી કુલ ૮૨ આસામીઓ પાસેથી ૫૬ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂ. ૫૮,૪૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૯ આસામીઓ પાસેથી ૨૨ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂ. ૧૮,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૩૦ આસામીઓ પાસેથી ૧૪ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂ. ૧૦,૧૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ઈસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૩૩ આસામીઓ પાસેથી ૨૦ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂ. ૩૦,૨૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

Share

Related posts

દર મહિને ૧૫% નફાની લાલચ : કાલોલ પંથકમાં નડિયાદની એક કેપિટલ ફાઇનાન્સ કંપની અને એજન્ટ બનેલા ખાનગી શાળાના શિક્ષકે રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા બાદ હાથ અધ્ધર કરી દીધા હોવાની સ્ફોટક ચર્ચાઓ..!! – જાણો વધુમાં

gujaratjanekta

હિંમતનગર ગ્રોમોર સ્કુલ એન્ડ કોલેજ ખાતે થનગનાટ ૨૦૨૨ નવરાત્રી મહોત્સવ યોજાયો

gujaratjanekta

સુરતમાં ટ્રેનમાં ઉતાવળે ચડવા જતાં યુવક ફસાયો,આરપીએફના જવાને જીવ બચાવ્યો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial