Gujarat Jan Ekta
તાજા સમાચાર
general news

વંથલી તાલુકાના સોનારડી ગામમાંથી વધુ એક દીપડી પાંજરે પુરાઈ હતી

ગત 24 ડિસેમ્બરના વંથલી તાલુકાના સોનારડી ગામે સાત વર્ષની મન્નત નામની બાળકીનો દીપડાએ શિકાર કર્યો હતો દીપડાના શિકારથી સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે વન વિભાગે દીપડાઓને પકડવા માટે પાંચ પાંજરાઓ રાખ્યા છે જેમાં પ્રથમ દિવસે એક માદા દીપડી પકડાઈ ગઈ હતી ત્યારબાદ બીજે દિવસે પણ એક નર દીપડો પકડાયો હતો અને ગતરાત્રિના બે થી ત્રણ વર્ષની માદા દીપડી પાંજરે પુરાઈ છે તેને સક્કરબાગ ખાતે મોકલી આપવામાં આવી છે આ સમગ્ર મુદ્દે વંથલીના આરએફઓ સુત્રેજાએ જણાવ્યું હતું કે હજુ પણ પાંજરાઓ યથાવત રાખવામાં આવ્યા છે જ્યાં સુધી દીપડાઓ નહીં પકડાય ત્યાં સુધી પાંજરાઓ રાખવામાં આવશે પકડાયેલા ત્રણેય દીપડા અને સકકરબાગ રૂમમાં પરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે પરંતુ હજુ પરીક્ષણ અંગેનો રિપોર્ટ આવ્યો નથી જેથી કોઈ ચોક્કસ કહી શકાય કે નહીં ત્રણમાંથી કોઈ દીપડા માનવભક્ષી છે કે હજુ માનવભક્ષી દીપડો પકડ બહાર છે હજુ પણ સોનારડી ઓઝત નદીના કાંઠે તથા બાવળની જાડી જાખરામાં હજુ પણ દીપડાઓ વસવાટ કરતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે હજુ પણ દીપડાઓને પકડવા માટે વનતંત્ર દ્વારા પાંજરાઓ રાખવાનું કામગીરી યથાવત રાખવામાં આવી છે બીજી તરફ સોનારડી ગામમાં પણ હજુ ભયનો માહોલ યથાવત જ છે

Share

Related posts

ગૃહ મંત્રાલયની આતંકી વિરુદ્ધ કાર્યવાહી, ખાલિસ્તાન ટાઈગર ફોર્સના અર્શ દલ્લાને આતંકી જાહેર કરવામાં આવ્યો છે

Admin

સીટબેલ્ટ અને હેલ્મેટ ન પહેરવું બન્યું લોકોના જીવનું દુશ્મન, મૃત્યુના આંકડા જાણીને તમે પણ ચોંકી જશો!

Admin

હથિયારો જાહેરમાં લઈ જવા, સુરુચીનો ભંગ થાય તેવી પ્રવૃતિઓ સહિતના વિવિધ કૃત્યો પર પ્રતિબંધો જાહેર કરાયા

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial