Gujarat Jan Ekta
તાજા સમાચાર
education ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પંચમહાલ જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કાંકણપુરની એન.વી.શાહ ગલ્સ‍ હાઇસ્કુલ ખાતે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

પંચમહાલ જીલ્લાના ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરાડીયા તથા પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી ડી.એમ.મછાર જીલ્લા ટ્રાફીક શાખા ગોધરા તથા સ્ટાફ દ્વારા પંચમહાલ જીલ્લામાં અવાર નવાર થતા ગમખ્વાર અકસ્માતો ઘટાડવા આજરોજ કાંકણપુર ખાતે આવેલ N.V. SHAH GIRLS HIGH SCHOOL ખાતે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં કાંકણપુર હાઇસ્કુલના પ્રિન્સીપાલ તુપ્તીબેન પી. વ્હોરા તથા તેમનો સંપુર્ણ સ્ટાફ તથા વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો સમજાવી નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તેમજ સમાજમાં તે અંગે જાગૃતી લાવવા માટેની પહેલ કરવામાં આવી હતી.

સૌએ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવો જોઇએ જેથી કરીને પોતાના કુંટુંબ અને પરિવારની પણ એક રીતે રક્ષા કરી કહેવાય તેવુ પોલીસ તંત્ર તરફથી કહેવામાં આવ્યુ હતુ. વધુમાં સૌ વિધ્યાર્થીઓએ પંચમહાલ જીલ્લા ટ્રાફિક પોલીસની આ વાતોને સમજી પોતે ચોક્કસ નિયમોનું કરીશું તેવો વિશ્વાસ આપ્યો હતો. આ સાથે પંચમહાલ જીલ્લા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને પેમ્પલેટો, પત્રિકાઓની વહેંચણી કરવામાં આવેલ હતી.

Share

Related posts

ઝાલોદ નગરપાલિકામા વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી

gujaratjanekta

નમૅદા કીનારે માલસર મુકામે વિશ્ર્વ કલ્યાણ માટે શ્રીરામ મહાયજ્ઞ નો થયેલ શુભારંભ

gujaratjanekta

ગુજરાત ઈલેક્શન 2022 : મહીસાગરમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial