Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

નર્મદાના કિનારે પાકે છે સ્વાદિષ્ટ જામફળ,આ ખેડૂતે ખેતી કરી કમાલ કરી નાખી

ગુજરાતમાં પરંપરાગત ખેતી છોડીને ખેડૂતો હવે ફળોની ખેતી તરફ આગળ વધ્યા છે.તેવામાં હવે કેટલાક ખેડૂતો જામફળની ખેતી કરીને પણ મોટી આવક મેળવતા થયા છે.આવી જ રીતે એક ખેડૂત ખેતી કરીને કમાલ કરી દીધી છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ આ ખેતી વધુ થઇ રહી છે.ભરૂચ,અંકલેશ્વર,નવસારી,ઝગડીયા સહિતના વિસ્તારોમાં ખેતી કરી મોટા પ્રમાણમાં ખેડૂતો ઉત્પાદન મેળવી રહ્યા છે.
કેટલા વિસ્તારમાં કરે છે વાવેતર 
એક માહિતી પ્રમાણે,અંકલેશ્વરના જુના બોર ભાઠા વિસ્તારમાં ખેડૂત હસમુખભાઈ અમયદાસ પટેલ તેઓ પણ જમરૂખની ખેતી કરી રહ્યા છે.તેઓ છેલ્લા 8 વર્ષ થી આ ખેતી કરીને મોટા પ્રમાણમાં ઉત્પાદન મેળવી રહ્યા છે.તે 200 જેટલી જમરૂખ તેમના ખેતરમાં વાવેતર કરે છે અને પાકને માફક આવે તે રીતે માવજત કરી અને ફાયદો મેળવે છે.
જામફળનો સ્વાદ કેવો લાગે છે.
ખાસ કરીને અહીં ખેડૂતો જણાવી રહ્યા છે કે તેઓની જમીન નર્મદાના કિનારે આવેલ હોવાને કારણે જામફળનો સ્વાદ મીઠો આવે છે.જેથી અહીંથી મીઠાશ ની વાત પણ અલગ જ હોય છે. તેમજ આ પાક શિયાળાઉં અને ચોમાસામાં થાય છે.જેથી ખેડૂતો વધુ ઉપ્તાદન મેળવી શકે છે.
ડાયરેક્ટ ખેતરેથી વેચાય છે માલ 
ખેડૂતોનું માનીએ કે તેમના જામફળ ખુબજ સ્વાદિષ્ટ અને ક્વોલિટી વાળું ઉત્પાદન મળતું હોવાને કારણે લોકો ખરીદી કરવા ડાયરેક્ટ તેના ખેતરે પહોંચી જાય છે અને ત્યાંથી જ પાકની ખરીદી કરે છે.

Share

Related posts

ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી રોડ બે બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત : એક વ્યક્તિનું મોત

gujaratjanekta

ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આ ના નાદ સાથે ફતેપુરા નગરમાં ગણપતિ બાપ્પાનુ વિસર્જન કરવામાં આવ્યું

gujaratjanekta

ભોજેલા ગામે આનંદ આરતી અને  સત્સંગ સમારોહ યોજાયો. સૌરાષ્ટ્ર ના સંત પ.પુ ચરણદાસ બાપુ ના દર્શન માટે ભક્તો ઉમટ્યા.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial