Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શહેરા એસ.જે.દવે હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર

શહેરા એસ.જે.દવે હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગોધરા દ્વારા શહેરા તાલુકા ખાતે આવેલ એસ.જે.દવે. હાઈસ્કૂલમાં પંચમહાલ જિલ્લાનું સંકુલ કક્ષાનું 19મુ વિજ્ઞાન -ગણિત પર્યાવરણ પ્રદર્શન 2022 નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨ શ્રીમતી એસ જે દવે સાર્વજનિક હાઇસ્કુલ શહેરામાં શહેરા સંકુલ સર્જન ૪ ની ૪૬ કુલ શાળાએ 47 કૃતિઓ રજૂ કરી હતી કૃતિઓ રજૂ કરનાર મુખ્ય શાળાઓમાં શ્રીમતી એસ જે દવે સાર્વજનિક હાઇસ્કુલ શહેરા, શ્રી શારદા મંદિર હાઇસ્કુલ શહેરા ,વાલીનાથ કન્યા વિદ્યાલય શહેરા, સરસ્વતી હાઈસ્કૂલ ઉજળાવાડી, રાજશ્રી કૃપા વિદ્યાલય ગુણેલી, શેખપુર ઉમરપુર, નાદરવા, મોરવા, રેણા બોરીયા ,મોર ઊંડારા,ચારી,દલવાડા, અણીયાદ, ભદ્રાલા જેવી શહેરા સંકુલ્ ની કુલ 46 શાળાઓએ ઉત્સાહભેર્ ભાગ લીધો હતો
  વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨ના આ કર્યક્રમ્ ના અધ્યક્ષ સ્થાને પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશભાઈ પટેલ ,ઉદ્ઘાટક પી ડી સોલંકી સાહેબ અને કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી શહેરા સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ મુકેશભાઈ આર દેસાઈ સાહેબે સ્થાન શોભાવ્યું હતું શાળાના આચાર્યશ્રી તેમજ જુદી જુદી શાળાઓમાંથી પધારેલા ગણિત વિજ્ઞાનના શિક્ષકશ્રીઓ તેમજ ભાગ લેનાર વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા
Share

Related posts

મુંબઈની રહેણાંક ઇમારતમાં લાગી આગ, ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સંદેશ આપતા સુંદર નાટકનુ આયોજન વિવિધ વિસ્તારોમાં કરવામાં આવ્યું

gujaratjanekta

દાહોદ જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળતા શ્રી યોગેશ નિરગુડે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial