Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

કોરોનાના નવા વેરીયન્ટને પગલે તંત્ર સતર્ક – સંક્રમિત વ્યક્તિઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ

ગુજરાતમાં ઓમિક્રોનના BF 7  વેરિયન્ટનો હાલ એક પણ એક્ટિવ કેસ નથી. જુલાઇ-સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં BF7 વેરિયન્ટથી સંક્રમિત થયેલ વયોવૃદ્ધ દર્દીઓ હોમ આઇસોલેશનમાં જ સાજા ચોક્કસથી થઇ ગયા છે. પરંતુ આ નવા વેરીયન્ટે જે રીતે ચીનમાં હાહાકાર મચાવ્યો છે તેને જોતા તંત્ર સાબદું થઈ ગયું છે.

ગુજરાતમાં કોરોનાના નવા કેસો સતત ઘટી રહ્યા છે. જેમાં 21 ડિસેમ્બરે કોરોનાના 05 નવા કેસ નોંધાયા છે. જો કે અત્યારે કેસો નહીંવત છે પરંતુ વિશ્વ કક્ષાએ કેસો વધું છે. જેથી

કોરોનાના નવા વેરિઅન્ટના જોખમને કારણે તંત્ર પણ સાબદુ થઈ ગયું છે અને વડોદરામાં જે મહિલા આ વેરીયન્ટનો શિકાર બની હતી તેને જોતા સંક્રમિત વ્યક્તિઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યું છે. વડોદરામાં NRI મહિલા એ ફાઈઝરની રસીના 3 ડોઝ લીધા. જો કે, નવા વેરિઅન્ટથી ચેપ નિષ્ણાતો માટે ચિંતાનો વિષય બની ગયો છે.

જેથી આ મામલે તંત્ર અત્યારે ચિંતા વ્યક્ત કરી રહ્યું છે અને સાવચેતીના પગલા પણ લેવામાં આવી રહ્યા છે. કેમ કે, ગુજરાતમાં કોરોનાની બીજી અને પ્રથમ લહેરમાં કોરોના કેસો રેકોર્ડ બ્રેક સામે આવ્યા હતા તેને જોતા અનેક મુસીબતો જોવા મળી હતી.  નવા વેરિઅન્ટથી ચેપ નિષ્ણાતો માટે ચિંતાનો વિષય બની ગયો છે. જોકે, આ મહિલાના સંપર્કમાં આવનાર કોઈને પણ અસર થઈ નથી જેથી આ રાહતના સમાચાર પણ કહી શકાય છે.

કોરોનાની વર્તમાન સ્થિતિ 

કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 23 થઈ ગઈ છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાના પાંચ નવા કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 01, બનાસકાંઠામા 01, રાજકોટ જિલ્લામાં 01 અને રાજકોટમાં 01 એમ આ કેસો સામે આવ્યા છે જ્યારે 24 કલાકમાં 2 દર્દી કોરોનામાંથી સાજા થયા હતા જેથી તેમને આઈસોલેશનમાંથી રજા મળી છે. આ ઉપરાંત, કોરોનાથી એક પણ મૃત્યુના સમાચાર નથી જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા પર પહોંચી ગયો છે.

Share

Related posts

ઝાલોદમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા અનાવરણ

gujaratjanekta

૨૫ થી ૨૯ ડિસેમ્બર એટલે પંચમહોત્સવ : ગુજરાતના અણમોલ સાંસ્કૃતિક વારસાના જતનનો આપ્યો સંદેશ-જાણો વધુ

gujaratjanekta

PM નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એક્સ્પો ખુલ્લો મુકાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial