Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ભરૂચ-પાનોલી પોલીસે લૂંટને અંજામ આપનાર ત્રણ ઇસમોની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી

મોબાઈલ અને બાઇક લૂંટ ના ગુન્હામાં ત્રણ આરોપીઓને પાનોલી પોલીસે ઝડપી પાડયા

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના પાનોલી વિસ્તારમાં આવેલ સકાટા ચોકડી લાસે મોબાઈલ અને મોટરસાઇકલ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો,ડીઓ બાઇક લઇ પસાર થઇ રહેલ મંજુબેન પરમાર ને વચ્ચે જ આંતરી લઇ તેઓ પાસેથી મોબાઇલ ફોન અને બાઇક લઇ ત્રણ ઈસમો ભાગી રહ્યા હતા દરમિયાન મંજુબેને અન્ય મોટરસાયકલ ની મદદથી તમામ આરોપીઓનો પીછો કર્યો હતો,જર બાદ તેઓએ આરોપીઓ ની બાઇક ને ટક્કર મારતા તમામ ઈસમો નીચે પટકાયા હતા,

જે બાદ તમામ ઇસમોને પકડવાના પ્રયાસ કરવામાં આવતા તેઓએ મંજુબેન સાથે ઝપાઝપી કરી તેઓને ચપ્પુ બતાડી ઢીકાપાટુ નો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી મોટરસાયકલ અને મોબાઈલ લઇ ફરાર થયા હતા,જે અંગેની ફરિયાદ પાનોલી પોલીસ મથકે નોંધાતા પોલીસે ગણતરી ના કલાકોમાં જ લૂંટ ને અંજામ આપ નારા તણેવ લૂંટારુઓ ને ઝડપી પાડયા હતા,

પાનોલી પોલીસે મામલે (૧)રાહુલ કુમાર ઉર્ફે કાલુ જીતેન્દ્ર ભાઈ વસાવા રહે કોસંબા,સુરત (૨)કિશન કુમાર ભરતસિંહ ચૌહાણ રહે,કોસંબા,જી સુરત તેમજ મિતેશકુમાર ઉર્ફે બીજલી વસાવા નાઓની ધરપકડ કરી તમામ પાસેથી મોટરસાયકલ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે,

Share

Related posts

મા રેવા તીર્થ અને શ્રીરંગ અવધૂત મહારાજની તપોભૂમિ ખાતે વડોદરાનો જિલ્લા કક્ષાનો ‘સ્વચ્છ ભારત દિન’ ઉજવાયો

gujaratjanekta

ઝાલોદ નગરમાં ડૉ બાબાસાહેબ આંબેડકર નિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ આપવામાં આવી

gujaratjanekta

કોરોના મહામારી ફરી વિશ્વમાં હાહાકાર મચાવી રહી છે એવા સમયે પોરબંદર માંથી મુન્નાભાઈ એમબીબીએસ પકડાયા!

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial