Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

મોરબી કેબલ દૂર્ઘટના – ઓરેવા ગ્રુપને હાઈકોર્ટ દ્વારા નોટીસ ફટકારવામાં આવી

મોરબી કેબલ દૂર્ઘટનાને લઈને હાઈકોર્ટ દ્વારા મહત્વનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ઓરેવા ગ્રુપને હાઈકોર્ટ દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. હાલના તબક્કે મોરબી પાલિકાના સભ્યોને પક્ષકાર તરીકે જોડવા જરૂરી ના હોવાનું પણ હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. નોટીસ મોકલ્યા બાદ આ સમગ્ર કેસની સુનાવણી હવે 19 જાન્યુઆરીએ હાથ ધરાશે.

બે મહિના જેટલા સમય પહેલા મોરબીમાં કેબલ બ્રિજ તૂટી પડતા 135થી વધુ લોકોના મોત થયા હતા અને આ ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટે સુઓમોટોનું સંજ્ઞાન લીધુપં હતું. જેમાં કુલ છ પક્ષકારો રાખવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટમાં મેનેજિંગ ઓરેવા ગ્રૂપને પક્ષકાર તરીકે સામેલ કરવા સિવિલ એપ્લીકેશન દાખલ કરવામાં આવી હતી. આજે સિવિલ એપ્લીકેશનની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે ઓરેવા ગ્રુપને નોટિસ મોકલી હતી. અત્યાર સુધી મોરબી કેબલ કેસના કેસમાં હાઈકોર્ટની કાર્યવાહીમાં કુલ 6 પક્ષકારો હતા પરંતુ હવે ઓરેવા ગ્રુપનો પક્ષકાર તરીકે સમાવેશ થતાં પક્ષકારોની કુલ સંખ્યા સાત થઈ ગઈ છે. જેમાં રાજ્ય સરકાર, ગૃહ સચિવ, મ્યુનિસિપલ કમિશનર, ચીફ ઓફિસર મોરબી, રાજ્ય માનવ અધિકાર આયોગ, મોરબી કલેક્ટર અને ઓરેવા ગ્રુપનો સમાવેશ થાય છે. 19 જાન્યુઆરીએ ઉજવાશે.

આજે ઓરેવા ગ્રુપ સામે કાર્યવાહી કરવા મામલે થઈ છે હાઈકોર્ટમાં અરજી 

ઓરેવા ગ્રુપ અને કાર્યકર્તા સામે કાર્યવાહીની માંગ સાથેની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. ઓરેવા ગ્રુપના કર્તાહર્તા સામે કાર્યવાહીની માંગ સાથેની ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.  બ્રિજના મેન્ટેનન્સની જવાબદારી હતી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારે અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રુપની બેદરકારી સામે કાર્યવાહી કરવામાં આવે તે બાબતે પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને બ્રિજના મેન્ટેનન્સની જવાબદારી સોંપાઈ તે કેમ જવાબદાર નહીં આમ આ બાબતોને લઈને અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Share

Related posts

દાહોદના ડાન્સ કલાકારને બેસ્ટ ડાન્સ ટીચર થી સન્માન કરાયાં

gujaratjanekta

“મેરી માટી મેરા દેશ” અંતર્ગત લુણાવાડા તાલુકાના આંકલવા અને કણજાવ ગામે વીરોનો સન્માન કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ઝાલોદ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહના આયોજન માટે વિવિધ કમિટીની રચના કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial