Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદના ધારાસભ્ય પદના શપથ કનૈયાલાલ કિશોરીએ સંસ્કૃત ભાષામાં લીધા.પ્રથમ સંકલનની બેઠકમાં જ 15 પ્રશ્નોનો મારો ચલાવ્યો

દાહોદના ધારાસભ્ય પદના શપથ કનૈયાલાલ કિશોરીએ સંસ્કૃત ભાષામાં લીધા.પ્રથમ સંકલનની બેઠકમાં જ 15 પ્રશ્નોનો મારો ચલાવ્યો

દાહોદ જિલ્લામાં ભાજપે તમામ 6 બેઠકો પર 20 વર્ષ પછી વિજય મેળવ્યો છે.ત્યારે હવે તે તમામ ધારાસભ્યોએ વિધાનસભામાં શપથ પણ લઇ લીધા છે.જેમાં દાહોદના ધારાસભ્યએ સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતા.
દાહોદ બેઠક છેલ્લા 15 વ્ષથી કોંગ્રેસના કબ્જામાં હતી. આ બેઠક આ વખતે ભાજપે 29 હજાર કરતાં વધુ મતોથી જીતી લઇને એક નવો રેેકોર્ડ બનાવ્યો છે.દાહોદ બેેઠક પરથી એપીએમસીના ચેરમેન કનૈેયાલાલ કિશોરી ચુંટાઇ આવ્યા છે.તેઓ 40 વર્ષની વયના યુવાન અને અપરિણિત ધારાસભ્ય છે તેમજ તેમણે અનુસ્નાતક સુધીનો અભ્યાસ કરેલો છે.તેેઓ આ પહેલાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્ય પદે પણ રહી ચુક્યા છે.
નવ નિર્વાચિત ધારાસભ્યોની શપથ વિધિ તારીખ 19 ડિસેમ્બરના રોજ યોજાઇ હતી.જેમાં મોટા ભાગના ધારાસભ્યોએ માતૃભાષા ગુજરાતીમાં શપથ લીધા હતા જ્યારે 11 જેટલા ધારાસભ્યોએ સંસકૃત ભાષામાં શપથ લીધા હતા.જેમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પણ સંસ્કૃત ભાષામાં શપથ ગ્રહણ કર્યા હતા.જેની આગોતરી લેખિત જાણ તેઓએ વિધાનસભાના પ્રોટેમ સ્પીકરને કરી હોવાની માહિતી પણ મળી છે.આ પહેલાં તારીખ 17 ડિસેેમ્બરના રોજ યોજાયેલી સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં પણ તેઓએ પ્રથમ બેઠકમાં જ કુલ 15 જેટલા પ્રશ્નોના જવાબ માંગ્યા હતા અને આશરે એખ કલાક સુધી વિવિધ વિભાગના કર્મચારીઓ સાથએ વિસ્તૃત ચર્ચા ચાલી હોવાની માહિતી પણ પ્રાપ્ત થઇ છે ત્યારે તેઓ આટલા જ સક્રિય પાંચ વર્ષ સુધી રહેશે કે કેમ તે હાલ કહેવુ શક્ય નથી.
Share

Related posts

ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની ગેલેરી કિંમતી ડોક્યુમેન્ટની કચરાપેટી બનાવી મુકતા તાલુકાના અધિકારીઓ

gujaratjanekta

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પાલિકાના ભાજપના વર્તમાન સુધરાઈ સભ્ય પૂર્વ ઉપપ્રમુખ પૂર્વ સુધરાઈ સભ્યની સાથે અન્ય 7 લોકોએ ભાજપનો સાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાતા ખળભળાટ મચી ગયો

Admin

વરધરી વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા જનસાથી ક્રિકેટ ગ્રાઉન્ડ બાલાસિનોર ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial