Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પી.એમ કિસાન યોજન અંતર્ગત “e-KYC” કર્યા વગર લાભાર્થી ખેડૂતના ખાતામાં નહિ મળે ૬૦૦૦ નો હપ્તો : e- KYC કરવાની પદ્ધતિ જાણો

ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૧૯ થી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પી.એમ.કિસાન) યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. સરકારશ્રી દ્વારા આ યોજના અંતર્ગત વાર્ષિક રૂ. ૬,૦૦૦/- ત્રણ હપ્તાઓ પેટે ખાતેદાર ખેડૂતના બેંક એકાઉન્ટમાં DBT મારફત જમા કરવામાં આવે છે. ભારત સરકારશ્રી તેમજ ગુજરાત સરકારશ્રી તરફથી મળેલ સૂચનાઓ મુજબ આગામી હપ્તાઓનો લાભ લેવા માટે લાભાર્થી ખેડૂતને “e-KYC” કરાવવું ફરજીયાત છે. જે મુજબ e-KYC કરાવવા માટેની છેલ્લી તારીખ ૩૧/૧૨/૨૦૨૨ હોય જે ધ્યાને લઇ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં લાભ લેતા તમામ લાભાર્થીઓને e-KYC કરાવવા નીચે મુજબ અમલવારી કરવાની રહેશે. “e-KYC” થયા સિવાય લાભાર્થી આગામી હપ્તો મેળવી શકાશે નહિ.

“આધાર e-KYC” કરવાની પધ્ધતિ : –

“e-KYC” કરાવવા માટે લાભાર્થી ખેડૂતે નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈ બાયોમેટ્રિક દ્વારા e-KYC કરી શકાશે.
આ ઉપરાંત અન્ય રીતે પી.એમ.કિસાન યોજનાની વેબસાઈટ https://pmkisan.gov.in >> Farmer Corner >> e-KYC માં જઈ લાભાર્થી ખેડૂત OTP મારફત પોતાની જાતે અપડેટ કરી શકશે. જેના માટે લાભાર્થી ખેડૂતના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરેલ હોવા આવશ્યક છે.
“e-KYC” કરાવવા માટે લાભાર્થી ખેડૂતે ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેન્કની શાખામાં જઈ બાયોમેટ્રિક દ્વારા e-KYC કરી શકાશે તેમજ ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેન્કની શાખા આધાર કાર્ડ સાથે ખેડૂતનો મોબાઈલ નંબર પણ લિંક કરી આપશે.

Share

Related posts

મહિલાઓને ટ્રેનમાં મળશે કન્ફર્મ ટિકિટ, રેલવે મંત્રીએ કરી મોટી જાહેરાત – જાણો વધુ

gujaratjanekta

રાજ્યકક્ષાનામંત્રીરમેશભાઈ ભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને ફતેપુરા ખાતે પ્રાકૃતિક કૃષિ મેળો-વ-પાક પરિસવાદકાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ગોધરાના ઈદગાહ મોહલ્લામાં MGVCL ના કર્મીઓ સાથે સ્થાનિક રહીશોએ કરી બબાલ !!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial