Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

મહેસાણાના કર્મઠ અને જાગૃત સંસદસભ્યશ્રી શારદાબેન પટેલની સંસદ માં માંગણી

સંસદસભ્યશ્રી શારદાબેન પટેલ દ્વારા આજે લોકસભામાં મહેસાણા રેલવે સ્ટેશન ખાતે યાર્ડ બનાવવા માંગણી કરવામાં આવી. Hati. સાંસદશ્રી ના કહેવા પ્રમાણે મહેસાણા ઉત્તર ગુજરાત નું કેન્દ્ર બિંદુ છે અને પાટણ તથા બનાસકાંઠા ની ટ્રેનો મહેસાણા થી અવર જવર કરે છે. મહેસાણામાં વર્ષો પહેલા યાર્ડ કાર્યરત હતું.

 

જો યાર્ડ ફરીથી કાર્યરત થાય તો લાંબા અંતર ની ટ્રેનો ના મેન્ટેનન્સ અને સાફ સફાઈ નું કામ મહેસાણામાં કરી શકાય અને નવી લાંબા અંતર ની ટ્રેનો ને મહેસાણા, પાટણ કે પાલનપુર સુધી લંબાવી શકાય.માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ના માદરે વતન અને પૌરાણિક મહત્વ ધરાવતું વડનગર સ્ટેશન પણ કાર્યરત છે અને હવે ત્યાંથી તારંગા-અંબાજી થી આબુ રોડ સુધીની નવી રેલવે ટ્રેક બનવા જઈ રહ્યો છે.

 

આથી વડનગર થી પણ નવી લાંબા અંતર ની ટ્રેનો શરુ કરવી હોય તો પણ મહેસાણામાં યાર્ડ મદદરૂપ સાબિત થાય.વધુમાં સાંસદ શ્રી એ જણાવ્યું કે મહેસાણા રેલવે સ્ટાફ માં પહેલે થી જ યાર્ડ ના કર્મચારી ફરજ ઉપર છે જેથી રેલવે વિભાગ ઉપર યાર્ડ ના કર્મચારીઓ નો પગાર નો વધારાનો આર્થિક ભારણ પણ નહિ આવે.

Share

Related posts

ઝાલોદ તાલુકાના ઘાવડીયા ગામે ચર્ચ પ્રેરિત કાર્યક્રમ રદ કરવા સ્થાનિક હિન્દુ આગેવાનો દ્વારા માંગ કરાઈ ગ્રામજનોના કહેવા મુજબ નોંધાયેલ ખ્રિસ્તી સંખ્યા ખૂબ ઓછી છે

gujaratjanekta

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત SDH હોસ્પિટલ ઝાલોદ ખાતે આરોગ્ય હેલ્થ કેમ્પ યોજાયો.

gujaratjanekta

જુનાગઢ મનપાયે ચોક ના નવા નામકરણ નો સર્વાનુમતે કરેલો ઠરાવ બહુમતીના જોરે રદ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial