Gujarat Jan Ekta
તાજા સમાચાર
ટોપ ન્યૂઝ

નડિયાદના પિપળાતાની પ્રાથમિક શાળામાં વ્યસન મુક્તિ વ્યસનમુક્તિ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

નડિયાદના પિપળાતાની પ્રાથમિક શાળામાં વ્યસન મુક્તિ વ્યસનમુક્તિ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો નશાબંધી મંડળ, ગુજરાત સંચાલિત નવપ્રભાત વ્યસન મુક્તિ કેન્દ્ર, મહુધા તેમજ શહેર નિયોજક (નડિયાદ)ના સંયુક્ત ઉપક્રમે નડિયાદ તાલુકાના પિપળાતા ખાતે ગતરોજ વ્યસન મુક્તિ અવેરનેસ કાર્યક્રમનુ પ્રાથમિક શાળાના પટાંગણ આયોજન કરવામાં આવ્યું હતું.

ખાસ તમાકુના વ્યસનના કારણે થતા વિવિધ રોગો વિષેની માહિતીથી બાળકોને વાકેફ કર્યા કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ અને ભાનીગઢ પરંપરા મુજબ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સમુહ સ્વરમાં પ્રાર્થનાથી શરૂ કરેલ પ્રાર્થનાની સાથો સાથ ” વૈષણવ વજન તો તેને કહિએ…… તે ભજનથી ગાંધી વંદના કરવામા આવી હતી.

આ પ્રસંગે નશાબંધી મંડળ, ગુજરાતના શહેર નિયોજક નડિયાદના મનોજ રાવે જીવનમાં નશાના કારણે વ્યસન પોતાને જ નહીં પરતું તેના સમ્રગ પરિવારને તકલીફ અને નુકશાન પહોચાડે છે, જેમ કે તેના પરીવારના સભ્યોને આર્થિક પાયમાલી તથા શારીરિક-માનસિક નુકશાન કરે છે ખાસ તમાકુના વ્યસનના કારણે થતા વિવિધ રોગો વિષેની માહિતીથી બાળકોને અવગત કર્યા હતા. આ સાથે તમાકુના વ્યસનથી દુર રહેવાની ટિપ્સ આપેલ હતી.

મહાનુભાવોએ બાળકોને સમજ આપી હતી આ સમજ વચ્ચે નવપ્રભાત વ્યસન મુક્તિ કેન્દ્ર, મહુધા કાઉનસેલર હેતલબેન પરમાર તેમજ દક્ષાબેન મકવાણા દ્વારા “નશો નોતરે નાશ” “નશો નાશનું મૂળ છે” જેવા સુંદર અને મર્મ શૈલીથી બાળકોને સમજ આપેલ વધુમાં નવપ્રભાત વ્યસન મુક્તિ કેન્દ્રના ડાયરેક્ટર સંજય રોહિતે એ જે કોઈપણ સગાસબંધીઓ, માતા-પિતા, કે પછી પોતે તથા મિત્રો જો વ્યસનની લત સાથે સંકડાયેલ હોઇ તો નશાબંધી મંડળ ગુજરાત સંચાલિત નવપ્રભાત વ્યસન મુક્તિ કેન્દ્ર મહુધા ખાતે આવેલ છે જેનો સંપર્ક કરવો તેવું જણાવવામાં આવેલ હતું.

સામુહિક વ્યસનમુક્તિની પ્રતિજ્ઞા લેવડાવામાં આવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વને સામુહિક વ્યસનમુક્તિની પ્રતિજ્ઞા લેવડાવામાં આવેલ અને આજીવન નશાથી દુર રહી સ્વસ્થ યુવા, સમાજ રાજય અને દેશને વ્યસન મુક્ત રહેવાનો સંદેશ માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. સાથે વ્યસન મુક્તીના સાહિત્ય વિતરણ કરવામાં આવેલા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવેશ પટેલ આચાર્ય, પ્રાથમિક શાળા- પિપળાતા ધ્વારા કરવામાં આવેલ હતુ.

Share

Related posts

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે ઉમેદવારી પત્ર માટેનું જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેનું જાહેરનામુ

gujaratjanekta

Cristiano Ronaldo Signs Saudi Club Al-Nassr: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ નવી ક્લબ જોઇન કરી, કિંમત સાંભળીને ચોંકી ઉઠશો

Admin

ફતેપુરા તાલુકાના સુખસરમાં મકાન તથા દુકાન વેચવામાં આડખીલીરૂપ બનતી પત્નીને ચપ્પુના ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી ભાગી ગયેલ આરોપી ઝડપાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial