Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આજે હવામાન વિભાગે આ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની કરી આગાહી

અરબી સમુદ્રમાં  ડીપ ડીપ્રેશનના કારણે વરસાદી માહોલ શિયાળામાં જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ભારે નુકશાન ખેતીના પાકને થઈ શકે છે. જેથી ખેડૂતોમાં પણ ઘેરી ચિંતા તેના કારણે વધી છે. ત્યારે આજે 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજારાતની અંદર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં 21 અને  નલીયામાં સૌથી ઓછું 14 ડીગ્રી તાપમાન નોંધાયું છે.

સૌરાષ્ટ્રમાં આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ 

ગીર, સોમનાથ, અમરેલી, ભાવનગરમાં લાઈટ રેન એટલે કે સામાન્ય છાંટા પડી શકે છે. ગઈકાલે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

દક્ષિણ ગુજરાતમાં 
ભરુચમાં વધુ વરસાદ પડવાની શક્યતા છે અન્ય વિસ્તારોમાં નર્મદામાં વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત વલસાડમાં પણ વરસાદ પડી શકે છે.

માછીમારોને દરીયો ખેડવા  મનાઈ 
– અમરેલીમાં જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં
– ભરુચના દહેજમાં પણ 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

ખેડૂતો માટે રાહત
ગુજરાતમાં હવામાનમાં ગઈકાલથી એકાએક પલટો આવ્યો છે. જેથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાનીનો સર્વે કરીને સરકારને રિપોર્ટ સોંપવાના આદેશ આપવામાં આવ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. દક્ષિણ ગુજરાત પંચમહાલ, હિંમતનગર સહીતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે વાતાવરણમાં આ પલટો આજે પણ કેટલાક વિસ્તારોમાં યથાવત રહી શકે છે. ત્યારે કમોસમી વરસાદને લઈને રાજ્યના કૃષિ વિભાગે ખેડૂતોને ધ્યાનમાં રાખી તૈયારી દર્શાવી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે તે સ્વાભાવિક છે અને આ સંદર્ભે કૃષિ વિભાગ તરફથી જિલ્લા ખેતીવાડી અધિકારીઓને સૂચના આપી છે કે જે વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે ત્યાંની ખેતી પર શું અસર થઈ છે તેની તપાસ કરવામાં આવે અને કિસ્સામાં તાત્કાલિક સરકારને રિપોર્ટ કરવામાં આવે.

Share

Related posts

મહીસાગર જીલ્લામાં ચુંટણી પ્રવાસે પધારી રહેલા ગુજરાતના નાથ ભુપેન્દ્ર પટેલ : રોજગારી,બાયપાસ રોડ, GIDC, નલ સે જલ યોજનામાં કરોડોનું કૌભાંડ જેવા અનેક પ્રશ્નો !!?

gujaratjanekta

પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના, સ્માર્ટ ફોન સહાય યોજના અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ મેળવવા ખેડૂતો સાત દિવસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે

gujaratjanekta

દાહોદ જિલ્લાના નઢેલાવ ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખી બે ઈસમોએ લાકડી વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial