Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

રાજકોટ બન્યું ઉડતા પંજાબ: ડ્રગ્સના કારોબાર કરતા બે મિત્ર વચ્ચે ડખા થતાં એક મિત્રનો બીજા મિત્ર પર જીવલેણ હુમલો

રાજકોટમાં ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલા બે મિત્રો વચ્ચે ડખ્ખો થતા એક મિત્રએ યુવતી સાથે મળી છરી વડે હુમલો કરતા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અગાઉ યુવાનની પત્ની એન.ડી.પી.એસ.ના ગુનામાં જેલમાં હોય ત્યારે અન્ય શખ્સે પોલીસને કેમ બાતમી આપે છે તેમ કહી છરી ઝીકી દીધી હતી. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના રૈયાધારમાં સ્લમ ક્વાટરમાં રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા મયુર સુનિલભાઈ ધામેલિયા નામના 20 વર્ષના યુવાન ગઇ કાલે આશાપુરા ચોકમાં હતો ત્યારે ત્યાં ઘસી આવેલા સમીર ઉર્ફે સમલો કાસમ બ્લોચ અને એક અજાણી યુવતીએ આવી છરી વડે હુમલો કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.હોસ્પિટલના બીછાને રહેલા મયુર ધામેલિયાએ જણાવ્યું હતું કે તેની પત્ની સુધા અગાઉ એન.ડી.પી.એસ.ના ગુનામાં જેલ હવાલે હોય અને હુમલો કરનાર સમીર ઉર્ફે સમલો બ્લોચ અને મયુર વચ્ચે મિત્રતા હતી. ગઇ કાલે ફરિયાદી મયુર ધામેલિયા આશાપુરા ચોકમાં હતો ત્યારે સમીર ઉર્ફે સમલો અને એક અજાણી યુવતી એક્ટિવા પર આવ્યા હતા. જ્યાં સમીર ઉર્ફે સમલાએ તું કેમ પોલીસને ડ્રગ્સ બાબતે મારી બાતમી આપી છે તેમ કહી છરીના બે ઘા ઝીંકતા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ આઇ.ટી. મોરવાડિયાએ સમીર ઉર્ફે સમલા અને એક યુવતી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

Share

Related posts

ઝાલોદ નગરની બી.એમ.હાઇસ્કૂલમા સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો

gujaratjanekta

રાશિફળ : ૧૦ સપ્ટેમ્બરનો દિવસ આપના માટે કેવો રહેશે ? વાંચો શું કહે છે જ્યોતિષ ડો. શરદચંદ્ર પંડ્યા

gujaratjanekta

ચૂંટણી પ્રચાર કે જાહેર સભા માટે લાઉડ સ્પીકર, ડીજે કે અન્ય મ્યુઝિક સીસ્ટમના ઉપયોગ માટે પરવાનગી લેવાની રહેશે

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial