સંકેત પંડ્યા – એડિટર
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન આજે સવારે 8.00 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને સાંજે 5.00 વાગ્યા સુધી મતદારો મતદાન કરી શકશે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી રહ્યા છે.દાહોદ જીલ્લા ની ૬ બેઠકો માટે જિલ્લાના 15.83 લાખથી વધુ મતદારો મતદાન પ્રક્રિયામાં ભાગ લેવાના છે લીમખેડા બેઠક નાં ભાજપ નાં ઉમેદવાર શેલેશ ભાઈ ભાભોરે પોતા નાં વતને પરિવાર સમેત મતદાન કર્યું હતું જેમાં આજે સવારે ૮ વાગ્યા થી ૧૧ વાગ્યા સુધી
૧૨૯ ફતેપુરા બેઠકમાં ૩૩૬૧૭ મતદારોએ મતદાન કરતા ૧૩.૧૮ %,
૧૩૦ ઝાલોદ બેઠકમાં ૫૧૮૦૭ મતદારોએ મતદાન કરતા ૧૯.૦૬ %,
૧૩૧ લીમખેડા બેઠકમાં ૩૮૮૯૯ મતદારોએ મતદાન કરતા ૧૭.૪૫ %,
૧૩૨ દાહોદ બેઠકમાં ૪૮૦૦૫ મતદારોએ મતદાન કરતા ૧૭.૨૩ %,
૧૩૩ ગરબાડા બેઠકમાં ૫૨૦૮૯ મતદારોએ મતદાન કરતા ૧૭.૯૩ %,
૧૩૪ દેવગઢ બારિયા બેઠકમાં ૪૩૬૭૨ મતદારોએ મતદાન કરતા ૧૬.૪૧ %,
જીલ્લામાં ૧૧ વાગ્યા સુધી માં સરેરાશ ૧૬ .૯૧ % મતદાન થયું હતું તથા ભારતીય જનતા પાર્ટી નાં સેકટરી કેલાસબેન પરમારે પોતાના માદરે વતન દસલા ગામેથી તથા દાહોદ નાં સંસદ સભ્ય જસવંત સિંહ ભાભોરે દાસા ખાતે થી પરિવાર સમેત મતદાન કર્યું હતું દાહોદ વિધાનસભા બેઠક ના ભાજપ ના ઉમેદવાર કનૈયાલાલ કિશોરી એ કાળી ડેમ મંદિરે પૂજા કરી મતદાન કર્યું હતું તમામ મત દારો ને 100 ટકા મતદાન કરવા કરી અપીલ કરી હતી

