Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલ ચાકલીયા ચેકપોસ્ટ ખાતેથી એક ફોર વ્હીલર ગાડીમાંથી રોકડા રૂા.૨૦ લાખની રકમ ઝડપાયી

 સંકેત પંડ્યા – એડિટર

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલ ચાકલીયા ચેકપોસ્ટ ખાતેથી એક ફોર વ્હીલર ગાડીમાંથી રોકડા રૂા.૨૦ લાખની રકમ ઝડપાતાં ઘટના સ્થળે દોડી ગયેલ હિસાબી શાખા તથા ઈન્કમટેક્ષ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ આરંભ કર્યાે છે.

દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચુંટણીને લઈ રાજકીય માહૌલમાં ગરમાવો જાેવા મળી રહ્યો છે અને તેમાં હાલ આચાર સંહિત લાગુ થતાં તમામ પાર્ટી દ્વારા પોતાની વિધાનસભા કબજે કરવા એડી ચોટીનું જાેર લગાવી રહ્યાં છે. આચાર સંહિતા લાગુ થતાં ખાટલા બેઠકો સહિત રાત્રી સભાઓનું પણ અંદર ખાને પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે અને મતદાનની રાત્રી પુર્વે તમામ પાર્ટીઓ દ્વારા મતદારોને રીઝવવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે ત્યારે આવા સમયે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી પસાર થતાં ચાકલીયા ચેકપોસ્ટ ખાતે સ્થાનીક પોલીસ સહિત ચુંટણીમાં જાેતરાયેલા તમામ પોલીસ કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓને મળેલ બાતમીના આધારે વાહન ચેકીંગ સઘન કરતાં બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડીને ઉભી રાખી તેની સઘન ચેકીંગ કરતાં ગાડીમાંથી રોકડા રૂપીયા ૨૦ લાખ મળી આવતાં હાજર તમામ કર્મચારીઓમાં સ્તબ્ધતા છવાઈ ગઈ હતી. આ મામલાની જાણ ઉચ્ચકક્ષાના અધિકારીઓ સહિત ઈન્કમટેક્ષ અધિકારીઓને કરવામાં આવતાં આ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી જઈ રોકડ રકમને કબજે કરી હતી ત્યારે ગાડી ગુજરાતની હોઈ અને ગાડીનો ચાલક મધ્યપ્રદેશનો હોઈ હાલ ગુજરાતની વિધાનસભાની બેઠકને લઈ અનેક ચર્ચાઓએ ભારે જાેર પકડ્યું હતું. ગાડીના ચાલક પ્રવિણભાઈ બાબુલાલ જૈન (રહે. થાંદલા, જિ.ઝાબુઆ, મધ્યપ્રદેશ) ની ચાકલીયા પોલીસે અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાધ ધરી છે ત્યારે દાહોદ જિલ્લામાં ચુંટણી ટાણે આટલી મોટી રકમ કોણે મંગાવી હશે અને કોણા ઈશારે મંગાવી હશે ? તે ચર્ચાનો વિષય બની રહેવા પામ્યો છે.
Share

Related posts

બારડોલીના ગાયનેકોલોજિસ્ટ અન્ય સ્ત્રીના પ્રેમમાં પડ્યા , પત્નીએ નોંધાવી ફરિયાદ

gujaratjanekta

અમદાવાદ અને ગાંધીનગરના પ્રવાસે ઉપરાષ્ટ્રપતિ,ગાંધી આશ્રમની લીધી મુલાકાત, ગાંધીનગરમાં કરશે આ લોકાર્પણ

gujaratjanekta

નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદની સાયબર ક્લબ દ્વારા પોસ્ટર મેકિંગ સ્પર્ધા યોજાઈ.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial