Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, ધો. 6 થી 12 ના 225 વિદ્યાર્થીઓએ લીધો ભાગ

 સંકેત પંડ્યા – એડિટર

 બારડોલી ખાતે આવેલ બારડોલી રાજપૂત સમાજ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્ય વિધાયલ માં ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન કર્યું હતું . શાળા ના ધોરણ 6 થી 12 ના 225 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો . અને 85 જેટલી કૃતિ રજુ કરી વિદ્યાર્થીઓ એ પોતાની પ્રતિભા બહાર લાવવા પ્રયત્ન કર્યો હતો.

 શેક્ષણિક સત્ર ના ભાગ રૂપે સુરત જિલ્લા ના  બારડોલી ખાતે આવેલ રાજપૂત સમાજ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્ય વિદ્યાલય માં  ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન કરાયું હતું. શાળા ના વિદ્યાર્થીઓ માં રહેલ શુષુપ્ત  શક્તિ ને ઉજાગર કરવાના હેતુ સાથે પ્રથમ વાર શાળા માં ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન કરાયું હતું. શાળા ના ચાલુ વર્ષ દરમિયાન શાળા ના ગણિત વિજ્ઞાન ના શિક્ષક સલોની ચાવડા , વિવેક પાંડે સહિત ના શિક્ષકો એ વિદ્યાર્થીઓ માં આત્મવિશ્વાસ વધારી કૃતિઓ તૈયાર કરાવડાવી હતી. 

વાત્સલ્ય વિદ્યાલયમાં આયોજિત વિજ્ઞાન પ્રદર્શન માં વિદ્યાર્થીઓ પણ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.  ભવિષ્ય ના બાળ વેજ્ઞાનિકો પોતાની પ્રતિભા બહાર લાવી અલગ અલગ કૃતિઓ રજુ  કરી હતી. 85 જેટલી કૃતિઓ રજૂ કરાઇ હતી. જેને મહેમાનો અને ઉપસ્થિત બારડોલી  વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ ઓ એ કૃતિ નિહાળી સરાહના કરી વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. 

 મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિ પણ હોય અનોખા કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. વાત્સલ્ય વિદ્યાલયના ધોરણ 6 થી 12 ના 225 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. અને તમામ બાદ વૈજ્ઞાનિક સમાન વિદ્યાર્થીઓ એ સૂર્ય મંડળ , વીજળી બચત કરતી સોલર સિસ્ટમ , અવકાશ વિજ્ઞાન ને લાગતી કૃતિ , તેમજ ગણિત ને લાગતા વિવિધ કૃતિ ઓ તેમના સંશોધન રૂપે રજૂ કરી હતી. 

Share

Related posts

સુરતમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો : જાણો કોના દ્વારા હત્યા કરવામાં આવી

gujaratjanekta

કોંગ્રેસના 11માંથી 8 ધારાસભ્યોએ કેસરિયો ધારણ કર્યો

gujaratjanekta

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છાયણ ખાતે આરોગ્ય શિબિર યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial